મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

વાડ્રા મામલે સરકાર કોઇની પણ પૂછપરછ કરી શકે છે! રાહુલ

રાફેલ મુદે મોદીના મૌન પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ

ચેન્નાઇમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથેના સંવાદ સમયે રાફેલ મુદે મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. વિદ્યાર્થીઓ વચ્ચે પહેોંચેલા રાહુલ ગાંધીને રોબર્ટ વાડ્રા પર સવાલ પૂછયો હતો. જેનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, સરકાર કોઇની પણ પૂછપરછ કરી શકે છે. કાયદાએ બધા માટે સમાન કામ કરવું જોઇએ. પીએમ મોદીનું નામ પણ રાફેલ ડીલમાં સામેલ છે. તેવામાં તેમની સાથે પણ સવાલ થવા જોઇ તેમ રાહુલ ગાંધીએ કહ્યું હતુ. તો સાથે જ તેમણે કહ્યું કે દેશમાં બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. એક વિચારધારા સમગ્ર દેશને સાથે રાખવાની વાત કરે છે. જયારે બીજી વિચારધારા લોકોમાં ભાગ પડાવવાનું કામ કરે છે.

(3:40 pm IST)