મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

તેલંગણના વોટર્સ લિસ્ટમાં છે બાહુબલી, મોદી, ઇડલી અને નિટ સેકસ જેવાં અજીબોગરીબ નામ

હૈદાબાદ, તા.૧૪:- લોકસભાની ચુંટણી અધિકારીઓ મતદાર યાદીની ચકાસણી કરી રહ્યા છે ત્યારે અનેક નકલી નામો બહાર આવી રહ્યા છે. કેટલાક મતદારોનાં નામ તો અજીબોગરીબ છે. હૈદરાબાદમાં મોદી, બાહુલબી, ઇડલી, નિટ સેકસ જેવા નામનો પણ લિસ્ટમાં સમાવેશ છે. અધિકારીઓનું માનવું છે કે એમાંથી કેટલાંક નામો અસલમાં મતદાર છે જ નહીં તો કેટલાકમાં ટાઇપિંગ મિસ્ટેક પણ હોઇ શકે છે. તેલંગણના ચીફ ઇલેકટોરલ ઓફિસર રજત કુમારનું કહેવું છે કે વિધાનસભાની ચુંટણી પછી તેમણે ૧૭ લાખ નવા વોટર્સ ઊમેર્યો છે અને ૨.૫ લાખ જૂના મતદારો ડિલીટ કર્યો છે એમાંથી ૪૪,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૧.૯ લાખ ડુપ્લિકેટ નામ હતાં.

(3:38 pm IST)