મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

બિહાર શેલ્ટર હોમ કેસ :ભાજપના નેતા બ્રજેશ ઠાકુરની 7.3 કરોડની મિલકત જપ્ત કરતુ ઇડી

‘જમીનના ૨૫ પ્લોટ,ત્રણ વાહનો, ૩૭ બેંક ખાતા અને મ્યુચ્યુઅલ ફંડ તેમજ વિમાની પોલીસી ભેગી મળીને કુલ ૭.૩ કરોડની સપંત્તિને અમે જપ્ત કરી

પટના :બિહાર શેલ્ટર હોમ કેસમાં અનેક સગીરાઓ પર બળાત્કાર કરી તેમને યાતના આપનાર મુખ્ય આરોપી એવા બિહારના મુઝફફરપુર શેલ્ટર હોમના સંચાલક અને ભાજપના નેતા બ્રજેશ ઠાકુરની માલીકીની જમીનના ૨૫  પ્લોટ અને ત્રણ વાહનો સહિત રૃપિયા ૭.૩ કરોડની સંપત્તિને ઇડીએ આજે જપ્ત કરી હતી.

ઇડીએ કહ્યું હતું કે તેમણે  શેલ્ટર હોમના માલીક અને સેવા સંકલ્પ એવમ વિકાસ સમિતિ નામની એક સ્વંસેવી સંસ્થાના સંચાલક ઠાકુર વિરૃધ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક હંગામી નોટીસ પણ જારી કરી હતી.

‘જમીનના ૨૫ પ્લોટ,ત્રણ વાહનો, ૩૭ બેંક ખાતા અને મ્યુચ્યુઅલ ફંડ તેમજ વિમાની પોલીસી ભેગી મળીને કુલ ૭.૩ કરોડની સપંત્તિને અમે જપ્ત કરી હતી. આ સંપત્તિ ઠાકુર અને તેના પરિવારની છે’એમ એજન્સીએ કહ્યું હતું.

(1:20 pm IST)