મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

અટકળોનો અંત :પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

માતા અને ભાઈ સહીત અન્ય કોંગ્રેસી ઉમેદવારોને જીતાડવા મહેનત કરશે

નવી દિલ્હી ;કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડે અને ફક્ત પક્ષના પ્રચાર પર ધ્યાન આપશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે જ એપ્રિલ મે મહિનામાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં  ૪૭ વર્ષીય પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવા અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે. 

  સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રચાર અને જનરલ સેક્રેટરી તરીકેની પોતાની નવી જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રિયંકા ચૂંટણી લડશે નહીં. 

   સૂૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પ્રિયંકા પોતાની માતા સોનિયા ગાંધી અને ભાઇ રાહુલ ગાંધી તેમના મત વિસ્તારમાં મદદ કરશે અને રાજ્યના અન્ય કોંગ્રેસી ઉમેદવારોને જીતાડવાના પ્રયત્નો કરશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી છેલ્લા એક દાયકાથી પોતાના ભાઇ રાહુલ ગાંધીને અમેઠીમાં અને પોતાની માતા સોનિયા ગાંધીને રાયબરેલીમાં જીતાડવામાં મદદ કરી રહી છે. 

  જ્યારે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી અને તેમને જનરલ સેક્રેટરી બનાવ્યા ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી તે લોકસભા ચૂંટણી લડશે.

(1:13 pm IST)