વંશવાદનો આરોપ લાગતા દેવગૌડા,પુત્ર અને પૌત્ર સ્ટેજ પર જ રડી પડ્યા
પિતાને રડતા જોઈને તેમના પુત્ર એચ.ડી. રેવન્ના અને પૌત્ર પ્રજવ્વલ રેવન્ના પણ રડી પડ્યા
બેંગુલુરુ :પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ સેક્યુલરના સંસ્થાપક એચ.ડી. દેવગૌડા જાહેર મંચ પર રડી પડ્યા હતા. અને તેઓએ રડતા રડતા પોતાના પર લાગેલા વંશવાદના આરોપની સ્પષ્ટતા આપી હતી. પિતાને રડતા જોઈને તેમના પુત્ર એચ.ડી. રેવન્ના અને પૌત્ર પ્રજવ્વલ રેવન્ના પણ રડી પડ્યા હતા.
લોકસભા ચૂંટણીમાં દેવગૌડાએ પોતાના પૌત્ર નિખિલ કુમાર સ્વામીને માંડ્યા અને પ્રજ્વલને હાસન બેઠકથી જેડીએસએ ટિકીટ આપી છે. જે બાદ દેવગૌડા પર વંશવાદની રાજનીતિનો આક્ષેપ લાગ્યો.હતો
દેવગૌડા પૌત્ર પ્રજ્વલના પ્રચાર અભિયાનમાં પહોંચ્યા અને ત્યાં રડતા રડતા બોલ્યા કે, મીડિયા દેવગૌડા પર આરોપ લગાવી રહ્યા છે. પરંતુ તેમણે તો દરેકને પ્રાથમિકતા આપતા રહ્યા છે. હું મારો સમય વેડફીશ નહી પરંતુ જ્યાં સુધી મારી અંદર તાકાત છે. હું કામ કરતો રહીશ.