મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

આલેલે :કર્ણાટકમાં ચૂંટણીપંચએ કર્યો આદેશ : જ્યોતિષીઓ ઘર-દુકાનની બહાર પંજાનું નિશાન ઢાંકે

મૈસૂર પાસે મંડ્યામાં ચૂંટણી પંચના અધિકરીઓએ જ્યોતિષોના ઘર અને ઑફિસો પર જઈને પંજાના નિશાનને ઢાંકી દીધા

 

બેંગ્લુરુ :લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે ત્યારે કર્ણાટક ચૂંટણી પંચ દ્વારા મૈસૂર પાસે મંડ્યામાં ચૂંટણી પંચે આશરે એક ડઝન અધિકારીઓને જ્યોતિષોના ઘર અને ઑફિસો પર જઈને પંજાના નિશાને ઢાંકી દીધો છે. ચૂંટણી પંચે આદેશ કર્યો છે કે પંજો કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ હોવાથી જ્યોતિષો તેને ઢાંકી રાખે

  એક અધિકારીએ જણાવ્યું હતું કે વોટિંગ સમાપ્ત નથાય ત્યાં સુધી જ્યોતિષોના હથેળીના નિશાને ઢાંકી રખાશે. જોકે, ચૂંટમી પંચે પ્રકારની કાર્યવાહી મંડ્યા સીટના વિસ્તારમાં કરી છે. પરંતુ કાર્યવાહીના પગલે રાજ્યના જ્યોતિષોને ડર છે કે આગામી દિવસોમાં ગમે તે સ્થળે કાર્યવાહી થઈ શકે છે.
   
બેંગલુરૂના એક જયોતિષ સત્યનારાયણ ભટ્ટે કહ્યું હતું કે તેમની રોજી પર અસર પડશે કારણ કે ઘટનાના પગલે સમગ્ર દેશમાં જ્યોતિષોની જાહેરાતમાં હથેળીના નિશાનને ઢાંકવાનું બળ મળશે.
  
તેમણે કહ્યું, “ નિશાન અમારા કામનું પ્રતિક છે. હથેળીના નિશાનને કોઈ રાજકીય પક્ષ સાથે કઈ પણ લેવા દેવા નથી તો પછી શા માટે અમને તેનો ઉપયોગ કરતા રોકવામાં આવે છે? જો આવું હોય તો ચૂંટણી પંચ તમામ નદી અને તળાવોમાં ઉગતા કમળના ફૂલને પણ વાઢી નાંખશે કે પછી કમળના વેચાણ પર પ્રતિબંધ મૂકશે કે પછી તળાવો અને અને નદીઓઓને ઢાંકી નાંખશે? ચૂંટણી પંચે અમારા હથેળીના નિશાનને ઢાંકવાના સ્થાને ચૂંટણી દરમિયાન વહેચાતા નાણા જેવી ઘટનાઓ રોકવી જોઈએ.”
 
જોકે, સ્થાનિક અધિકારીઓ સરકારી ફરજનો હવાલો આપી જમાવ્યું હતું કે ચૂંટણી ચિન્હો સાથે તાલમેલ ધરાવતી તસ્વીરો સાર્વજનિક સ્થળોએથી આચાર સંહિતના દરમિયાન હટાવવી અમારી ફરજ છે. જ્યારે જ્યોતિષો કહી રહ્યાં છે કે હથેળી અંગે ચૂંટણી પંચનું જે વલણ છે, તે વલણ જો તેઓ અખત્યાર કરે તો અન્ય પક્ષોના નિશાન, કમળ, ટ્રેક્ટર, સાઇકલ, બેટરી, પંખો, હેન્ડપંપ, શંખ, વગેરે અંગે તેઓ શું કરશે? શું ચૂંટણી પંચ ઉગતા સુર્યને રોકી દેશે

(12:00 am IST)