મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

હિમાચલમાં આજે ભારે હિમવર્ષા અને બરફના કરા માટે એલર્ટ જાહેર

કાલે મોસમ ખરાબ રહેશેઃ ૧૭ માર્ચથી હવામાનમાં ફેરફાર થાય તેવી સંભાવના

સિમલાઃ હિમાચલ પ્રદેશમાં આજે ૧૪મી બરફવર્ષાની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે ૧૪ માર્ચ માટે પ્રદેશમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, આજે તા.૧૪ના રોજ પ્રદેશના મોટાભાગના વિસ્તારમાં બરફબારી અને ઓલાવૃષ્ટી થઈ શકે છે.

પ્રદેશમાં બર્ફબારીના કારણે તામપમાનમાં લગભગ ૬ ડીગ્રી ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો,  કાલે ૧૫ માર્ચે મોસમ આવી જ રીતે ખરાબ રહેશે. ૧૭ માર્ચથી મોસમમાં ફેરફાર થાય તેવી સંભાવના છે.

રાજધાની શિમલામાં આજે ન્યૂનત્ત્।મ તાપમાન ૫.૯ ડીગ્રી રહ્યું. જયારે પ્રદેશમાં સૌથી ઓછુ તાપમાન સ્પીતીના કેલાંગમાં ૭ ડીગ્રી રહ્યું. આ સિવાય પ્રદેશના અન્ય શહેરોની વાત કરીએ તો, કિન્નોરના કલ્પામાં ૦.૬ ડિગ્રી, મનાલીમાં ૦.૬ ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન નોંધાયું છે.

જયારે ધર્મશાળામાં ૪.૬ ડિગ્રી, ચંબાના ડલહોજીમાં ૫.૨ ડિગ્રી, સોલનમાં ૫.૬ ડિગ્રી, મંડીમાં ૮.૨ ડિગ્રી, સુંદરનગરમાં ૮.૧ ડિગ્રી, બિલાસપુરમાં ૯.૫ ડિગ્રી, હમીરપુરમાં ૯.૨ ડિગ્રી અને ઉનામાં ૯.૨ ડિગ્રી ન્યૂનત્ત્।મ તાપમાન નોંધાયું છે.

(3:38 pm IST)