મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

બજારને મનમોહન જેવી ઉંચાઈ સુધી પહોંચાડવા વડાપ્રધાન મોદી નિષ્ફળ

કારોબારી માહોલમાં સુધારો છતાં નિષ્ફળતા : શેરબજારમાં યુપીએ-૨માં ૧૮૦ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી

મુંબઈ, તા. ૧૩ : એનડીએ સરકાર દેશમાં વ્યાપારિક માહોલને સુધારવાને વધુ મહત્વ આપી રહ્યું છે તેમ છતાં મોદી સરકારને આ મોરચે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. મોદી સરકારમાં બીએસઈ સેંસેક્સ ૪૮ ટકા વધી ગયો પરંતુ મનમોહન સરકારના બીજા શાસનકાળ દરમિયાન (૨૦૦૯-૧૪)માં ૧૮૦ ટકા અને પ્રથમ શાસનકાળમાં ૭૮ ટકા વધ્યો હતો. આના કરતા પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે, યુપીએ-૨ના શાસન દરમિયાન સેંસેક્સમાં વૃદ્ધિના આંકડાની મોટી હિસ્સેદારી ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩થી ૨૦૧૪માં શાસનકાળની સમાપ્તિ વચ્ચે મેળવવામાં આવી હતી. નવ મહિનાના આ સમયગાળામાં સેંસેક્સ ૨૫ ટકા મજબૂત થયો હતો જ્યારે ૨૦૦૪માં મનમોહન સરકારના શપથગ્રહણના શરૂઆતી મહિનામાં ૫૧ મહિનામાં સેંસેક્સમાં ૪૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. મોદીએ મે ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે કાર્યભાળ સંભાળ્યો હતો. સરકાર બદલવાની આશા સુધી સ્ટોક વેલ્યુએશનમાં ખુબ મોટી વૃદ્ધિ નોંધાઈ ચુકી હતી. ફેબ્રુઆરી ૨૦૧૫ સુધી નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૨ મહિનાના ફોરવર્ડ પીઈ (પ્રાઇસ ટુ અર્નિંગ્સ) ૧૦ વર્ષ (૨૦૦૯-૨૦૧૯)ના ૧૭.૯ પોઇન્ટની સરખામણીમાં ૨૨.૫ના સ્તરને મેળવી લેવામાં સફળ રહ્યું હતું. રોકાણકારો નિફ્ટીના દરેક રૂપિયાની પ્રોજેક્ટેડ અર્નિંગ્સ માટે ૨૨.૫ રૂપિયા ચુકવવા માટે તૈયાર હતા. જો કે, આર્થિક સુધારા ગતિ ઝડપથી વધી રહી હતી તો પણ ઇક્વિટી ઇંડિસેજ અનુમાનોના આધારે ડિલિવર કરવામાં દરેક વર્ષે નિષ્ફળ થતું હતું.

(12:00 am IST)