મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

વિશાખાપટ્ટનમથી નવી દિલ્હી જતી ટ્રેનમાં બહેનની છેડતી કરનાર આરોપીઓને ભાઇઅે રેલવે મંત્રીને ટ્વિટ કરીને પોલીસના હાથે પકડાવી દીધા

નવી દિલ્હી: મોદી સરકારના ઘણા મંત્રીઓ ટ્વિટર પર તાત્કાલીક જવાબ આપવા અને લોકોની મદદ કરવા માટે ઓળખાય છે. વિશાખાપટ્ટનમથી નવી દિલ્હી જઇ રહેલી ટ્રેન સંખ્યા નં-22415 સુપરફાસ્ટ એસી એપી એક્સપ્રેસમાં એક યુવતી ભોપાલથી નવી દિલ્હી માટે મુસાફરી કરી રહી હતી. ટ્રેનના 3 એસી કોટમાં 5-6 યાત્રીઓ દારૂના નશામાં યુવતી સાથે છેડછાડ કરી રહ્યા હતા તો યુવતીના ભાઇએ રેલ મંત્રીને ટ્વિટ કરી મદદ કરવા અપીલ કરી હતી. ત્યારબાદ જીઆરપીએ થોડા સમયમાં આરોપીઓને પકડી લીધા.

 

એસપી જીઆરપીએ નિશ્ચિંત રહેવા માટે કહ્યું

હકિક્તમાં યુવતીના ભાઇએ રેલ મંત્રીથી મદદની અપીલ કરતા ટ્વિટ કર્યુંસર તમારી મદદની જરૂરીયાત છે, મારી બહેન ટ્રેન નંબર 22415માં મુસાફરી કરી રહી છે. તેની બર્થ પર 6 લોકો ડ્રિંક કરી રહ્યાં છે અને મારી બહેન સાથે દૂરવ્યવહાર કરી રહ્યાં છે. સાથે તેણે પીએનઆર નંબર પણ શેર કર્યો.’ ત્યારબાદ ટ્વિટનો જવાબ આપતા એસપી જીઆરપી આગરાએ જણાવ્યું કેતમે નિશ્ચિંત રહોં. તમારી મદદ હેતુ નિરીક્ષક જીઆરપી આગરા કૈંટ 9454404415ને આદેશ આપી દેવામાં આવ્યો છે.’

હરકતમાં આવેલી જીઆરપીએ આગરા કેંટ રેલ્વે સ્ટેશન પર કોચમાં જઇ દારૂડીયાઓને પકડી લીધા. સંપૂર્ણ મામલે કાર્યવાહી બાદ એસપી જીઆરપી આગરાની તરફથી ટ્વિટ કરવામાં આવ્યું કે નિરીક્ષક જીઆરપી કેંટ દ્વારા સેના પોલીસની મદદથી એક આર્મી જવાનની ધરપકડ કરી લેવામાં આવી છે. જેને સેના પોલીસને સોંપવામાં આવ્યો છે.

(12:00 am IST)