મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

હાર્વર્ડ લો સ્કૂલ સન્માનિત વિશ્વના 20 નારી રત્નોમાં ભારતીય મૂળની 2 મહિલાઓએ સ્થાન હાંસલ કર્યું : અમેરિકામાં જન્મેલા તથા ભારતના છત્તીસગઢના ભુમાફિયાઓ સામે જંગે ચડેલા સુશ્રી સુધા ભારદ્વાજ તથા LGBTQ એક્ટિવિસ્ટ ડો.મેનકા ગુરુસ્વામીને એવોર્ડ

હાર્વર્ડ : 8 માર્ચ આંતરરાષ્ટ્રિય મહિલા દિન નિમિતે હાર્વર્ડ લો સ્કૂલના ઉપક્રમે જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વિશ્વના 20 નારી રત્નોનું એવોર્ડ આપી બહુમાન કરાયું હતું જેમાં ભારતીય મૂળની  2 મહિલાઓએ સ્થાન હાંસલ કર્યું છે.

આ બે નારી રત્નોમાં સુશ્રી સુધા ભારદ્વાજ તથા ડો.મેનકા ગુરુસ્વામીનો સમાવેશ થાય છે.

સુશ્રી સુધા ભારદ્વાજનો જન્મ અમેરિકામાં વસતા ભારતીય પરિવારમાં થયો હતો.તેથી તેઓ જન્મજાત અમેરિકન નાગરિક હતા.પરંતુ 16 વર્ષની ઉંમરે તેમણે અમેરિકાનું નાગરિકત્વ જતું કરી દઈ ભારતીય નાગરિક બની ગયા હતા.તથા છત્તીસગઢના ભુમાફિયાઓ સામે જંગે ચડવા બદલ હાલમાં તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે.

બીજા નારી રત્ન ડો.મેનકા ગુરુસ્વામી  LGBTQ એક્ટિવિસ્ટ છે.જેઓ આ વર્ગના લોકોને કાયદેસરના તમામ હક્કો અપાવવા કાર્યરત છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)