News of Saturday, 12th January 2019
મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનારા વિદેશીઓમાં પાકિસ્તાની કેટલા છે ? : અમેરિકના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ રૂબરૂ મુલાકાત લઇ બોર્ડર સિક્યુરિટી ઓફિસરને વેધક સવાલ પૂછ્યો
ટેક્સાસ : મેક્સિકો બોર્ડરની અચાનક મુલાકાતે આવેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ બોર્ડર સિક્યુરિટી ઓફિસરને વેધક સવાલો પૂછી મૂંઝવણમાં મૂકી દીધા હતા.જયારે આ ઓફિસર છેલ્લા સપ્તાહમાં સાઉથ એશિયામાંથી આવેલા વિદેશીઓની સંખ્યા વિષે વાત કરી રહ્યા હતા ત્યારે ટ્રમ્પએ સીધો સવાલ કર્યો હતો કે આ ગેરકાયદે ઘુસી ગયેલા વિદેશીઓમાં પાકિસ્તાની કેટલા છે ?જેના જવાબમાં ઓફિસરએ જણાવ્યું હતું કે ગઈકાલે 2 પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે પ્રવેશ કરતા પકડાયા છે.
(8:54 am IST)