મુખ્ય સમાચાર
News of Thursday, 8th November 2018

અમદાવાદ,જયપુર સહિત દેશના 6 એરપોર્ટના વિકાસ માટે પીપી મોડલને સરકારની મંજૂરી

નવી દિલ્હી :મોદી સરકારે અમદાવાદ, જયપુર, લખનઉ, તિરુવન્તપુરમ, ગુવાહાટી અને મેંગલુરૂ એરપોર્ટના સંચાલન, મેનેજમેન્ટ અને વિકાસ માટે પીપીપી (સાર્વજનિક પ્રાઈવેટ ભાગીદારી) મોડલને મંજૂરી આપી છે કેબિનેટ મીટિંગ બાદ મીડિયાને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે,આ સાથે-સાથે કેબિનેટ આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય જનજાતિય વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ, 2009માં સંશોધનને પણ મંજૂરી આપી છે આ મોડલ પર સરકાર વિદેશી કંપનીઓને પણ આમંત્રણ આપશે.

(11:50 pm IST)