મુખ્ય સમાચાર
News of Thursday, 8th November 2018

નોટબંધીને આજે બે વર્ષ પૂર્ણ : વિપક્ષે મોદી સરકારને ઘેરી માફી માંગવા માંગ કરી

બેંગુલુરૂમાં યુથ કોંગ્રેસના દેખાવો :શશી થરુરે ટ્વીટ કર્યું : મમતા બેનર્જીએ કાળો દિવસ ગણાવ્યો :અર્થ વ્યવસ્થાને તબાહ કરવાનો આરોપ

નવી દિલ્હી :નોટબંધીને આજે બે વર્ષ પૂરા થયા છે ત્યારે વિપક્ષે મોદી સરકારને ઘેરીને માફી માગવાની માગ કરી છે. બેંગાલૂરુમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરીને દેખાવ કર્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. ઘણા કોંગ્રેસના નેતાઓએ ટ્વીટ કરીને નોટબંધી પર નારાજગી વ્યક્ત કરી છે.

  કોંગ્રેસના નેતા શશી થરૂરને ટ્વીટ કરીને નોટબંધીની કિંમત સમજાવી હતી તેમણે લખ્યું કે નોટબંધીને કારણે નવી નોટો છાપવાપર 8 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયો.15 લાખ લોકોની નોકરી ગઈ.100 લોકોએ જીવ ગુમાવ્યા. જીડીપીદોઢ ટકા ગગડ્યો હતો

 . તૃણમુલકોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નોટબંધીને કાળો દિવસગણાવ્યો. તેમણે કહ્યું કે નોટબંધીએઅર્થવ્યવસ્થા અને લાખો લોકોની જિંદગી તબાહ કરી દીધીહતી

  આઈએમઆઈએમના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરીને લખ્યું કે પીએમ મોદીની સંવેદનહીનતાએ લાખો લોકોની જિંદગી અને દેશની અર્થવ્યવસ્થા બરબાદ કરી 

(10:15 pm IST)