મુખ્ય સમાચાર
News of Thursday, 8th November 2018

અમેરિકાના સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટએ સૌપ્રથમવાર દિવાળી ઉત્‍સવની ઉજવણીનું આયોજન કર્યુઃ ભારતના એમ્‍બેસેડર શ્રી નવતેજ સરના સહિત ૨૦૦ જેટલા ઇન્‍ડિયન અમેરિકન અગ્રણીઓને આમંત્રિત કર્યા

વોશીંગ્‍ટનઃ અમેરિકા ખાતેના ભારતના  એમ્‍બેસેડર શ્રી નવતેજ સરનાએ સોમવારે ડેપ્‍યુટી સેક્રેટરી ઓફ સ્‍ટેટ જહોન સુલ્લીવાન તથા અગ્રણી કોમ્‍યુનીટી પ્રજાજનો સાથે દિવાળી તહેવાર ઉજવ્‍યો હતો. જે પ્રસંગે ૨૦૦ ઉપરાંત આમંત્રિતો હાજર રહ્યા હતા.

સૌપ્રથમવાર સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટ દ્વારા આયોજીત ઉજવણી પ્રસંગે ડેપ્‍યુટી સેક્રેટરીએ દિવાળીનો શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો હતો. તથા ભારત અને અમેરિકા વચ્‍ચેની પાર્ટનરશીપ ખૂબ મજબૂત બને તેવી શુભેચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. તથા યુ.એસ.માં વસતા ભારતીય મૂળના પ્રજાજનોના દેશના વિકાસમાં યોગદાનને બિરદાવ્‍યું હતું. શ્રી સરનાએ ભારતના તહેવાર દિવાળીને અનુલક્ષીને બહાર પાડવામાં આવેલ ડાક સ્‍ટેમ્‍પ બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 

(8:23 pm IST)