મુખ્ય સમાચાર
News of Thursday, 8th November 2018

રક્ષામંત્રી નિર્મલા સિતારમણે અરૂણાચલ પ્રદેશમાં સૈનિકો સાથે દિવાળી ઉજવી

સંરક્ષણમંત્રીને સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓ અને નવા સંશોધનોની માહિતી અપાઈ

ઇટાનગર :રક્ષામંત્રી નિર્મલા સિતારમણ અરૂણાચલ પ્રદેશની દિબાંગ વેલી જીલ્લામાં ચોકીઓ પર તૈનાત સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી. સંરક્ષણ મંત્રીએ એનિની અને અંદ્રાલા ઓમકાર ચોકીઓની મુલાકાત લીધી હતી અને જવાનોને મળ્યા હતા. ઊંચાઈ પર આવેલી અંદ્રાલા ઓમકાર ચોકી નજીકની સડકથી 35-40 કિમી દૂર છે.

  આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ જવાનોને મિઠાઈ આપી હતી. આ અગાઉ અરૂણાચલ પહોંચ્યા ત્યારે તેમનું પારંપરિક સ્વાગત કરાયું હતું. આ દરમિયાન નિર્મલા સિતારમણને સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓ અને સેના દ્વારા કરાયેલા નવા સંશોધનોની માહિતી પણ આપવામાં આવી હતી.

  સંરક્ષણ મંત્રીએ ડ્યુટી દરમિયાન શહીદ થયેલા સૈનિકોનાં પરિજનોને પણ મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમના આ પ્રવાસ દરમિયાન પૂર્વ સૈન્ય કમાંડનર લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને અને સેનાના અન્ય વરિષ્ટ અધિકારીઓ સાથે હતા. 

(12:00 am IST)