અમેરિકામાં યોજાયેલી મધ્યસત્રીય ચૂંટણીઓમાં 12 પૈકી 4 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં સ્થાન મેળવ્યું : શ્રી રો ખન્ના,શ્રી રાજા ક્રિષ્નામૂર્થી,સુશ્રી પ્રમીલા જયપાલ,તથા ડો.એમી બેરા વિજયી બન્યા
વોશિંગટન :અમેરિકામાં યોજાયેલી મધ્યસત્રીય ચૂંટણીઓમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ઉમેદવારી નોંધાવનાર 12 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો પૈકી 4 ડેમોક્રેટ ઉમેદવારો વિજેતા થયા છે.જેમાં કેલિફોર્નિયાના 17 માં ડિસ્ટ્રિક્ટના ઉમેદવાર શ્રી રો ખન્ના વિજેતા થયા છે.ઇલિનોઇસના 8 માં ડિસ્ટ્રિક્ટના ઉમેદવાર શ્રી રાજા કૃષ્ણમૂર્તિએ તેમના પ્રતિસ્પર્ધી રિપબ્લિકન શ્રી જીતેન્દ્ર દિગ્વકર સામે જંગી બહુમતીથી વિજય હાંસલ કર્યો છે.વૉશિન્ગટનના 7 માં ડિસ્ટ્રીક્ટમાંથી સુશ્રી પ્રમીલા જયપાલએ રિપબ્લિકન પ્રતિસ્પર્ધી ક્રાઈગ કેલર સામે ઐતિહાસિક વિજય મેળવ્યો છે.જયારે કેલિફોર્નિયાના 7 માં ડિસ્ટ્રિક્ટના ડેમોક્રેટ ઉમેદવાર ડો.એમી બેરા વિજેતા થયા છે.
બાકીના 8 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો પરાજિત થયા છે.જેમાં શ્રી પ્રિસ્ટન કુલકર્ણી,સુશ્રી હિરલ ટીપરનેની,સુશ્રી અનિતા મલિક,શ્રી આફતાબ પુરેવાલ,શ્રી ચિંતન દેસાઈ,તથા શ્રી સંજય પટેલ,હેરી અરોરા,તથા શિવ ઐયાંદુરી નો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.