મુખ્ય સમાચાર
News of Wednesday, 11th July 2018

પહેલી ઓગસ્ટથી મોંઘી થશે હોન્ડાની તમામ કાર

હોન્ડા કાર ૧૦,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયા સુધી મોંઘી થઇ જશે

નવી દિલ્હી તા. ૧૧ : હોન્ડાએ તેમની તમામ કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હોન્ડા કાર દસ હજાર રૂપિયાથી ૩૫,૦૦૦ રૂપિયા સુધી મોંઘી થઈ જશે. વધેલા ભાવ એક ઓગસ્ટ ૨૦૧૮ થી લાગુ થશે.

કંપની અનુસાર કાચા માલની કિંમત, ભાડા અને કસ્ટમ ડ્યુટી વધવાને કારણે કારના ભાવમાં વધારો થયો છે. કંપનીના આ નિર્ણય બાદ હોન્ડાની તમામ કાર મોંઘી જઇ જશે. આ લિસ્ટમાં હોન્ડાની તાજેતરમાં આવેલી ૨૦૧૮ અમેઝ બ્રિયો, ઝૈઝ, ડબ્લ્યુઆર-વી, સિટી, બીઆર-વી, સીઆર-વી અને અકોર્ડ સામેલ છે.

હોન્ડા પહેલા છેલ્લા મહિનાઓમાં હ્યુન્ડાઈ મોટર્સે પણ કારના ભાવમાં વધારો કર્યો હતો. હ્યુન્ડાઇના આ નિર્ણય બાદ કંપનીની લોકપ્રિય ઓફર ક્રેટા ૨ ટકા જેટલી મોંઘી થઈ ગઈ હતી.

હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગના રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, 'ઇનપુટ ખર્ચ પર વધતા દબાણને કારણે, છેલ્લા કેટલાક મહિનાથી કસ્ટમ ડ્યૂટીમાં વધારો અને વધુ દરોમાં વધારો થવાથી, અમે કારની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.' (૨૧.૨૬)

 

(3:43 pm IST)