મુખ્ય સમાચાર
News of Wednesday, 11th July 2018

બીન જરૂરી તબીબી તપાસ ગુનાહિત કૃત્ય

ખાનગી હોસ્પીટલની મનપાની સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ : મેડિકલ પ્રોફેશન 'કમાણી'નું સાધન બની જતા કોર્ટે નારાજગી દર્શાવી

નવી દિલ્ીહ તા. ૧૧ : સુપ્રિમ કોર્ટે ખાનગી હોસ્પિટલોની મનમાની પર આંખ કરડી કરતા ખોટા રીપોર્ટો અને બીન જરૂરી ટેસ્ટને ગુનાહિત કામ ગણાવ્યુ છે.  કોર્ટે કહ્યુ હતુ કે તેઓ શું કરી રહ્યા છે તે તેમણે વિચારવુ જોઇએ શુ આ ગુનાહિત કામ નથી ? તેમના પર કોઇ કાર્યવાહી નથી થતી એટલે તેઓ આ જવાબદારીમાંથી છટકી શકે? હવે જેમણે આ પ્રણાલીને સડાવી નાખી છે તેમની જવાબદારી નક્કી  કરીને ગુનેગારોને સજા કરવાનો સમય આવી ગયો છે.

જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ યુ યુ લલીતની બેંચે સોમવારે  એ ક ચુકાદામાં કહ્યુ હતુ કે  આજકાલ હોસ્પિટલો ફાઇવસ્ટાર  સુવિધાઓ આપી રહ્યા છે.  સારવાર આખી સીસ્ટમ નફો મેળવવા પર કેન્દ્રિત થઇ ગઇ છે.  આ સુવિધાઓનો  બોજ ઉપાડવો  મુશ્કેલ બની ગયો છે. ઘણીવાર જે સગવડો અપાય છે તેના કરતા ઘણા વધુ પૈસા વસુલવામાં  આવે છે. કોર્ટે ખાનગી  હોસ્પીટલોને જમીનના બદલામાં ગરીબોને મફત સારવારના  કેસમાં આપેલ ૧૨૪ પાનામાં વિસ્તૃત ચુકાદામાં  એમ પણ આપેલ ૧૨૪ પાનાના વિસ્તૃત ચુકાદામાં એમ પણ કહ્યુ કે દિલ્હી, ગુંડગાવ અને આજુબાજુની બધી હોસ્પીટલો માટે આત્મમંથનનો સમય આવી ગયો છે. જેઓ ખોટા રિપોર્ટ તૈયાર કરે છે. અને બીન જરૂરી ટેસ્ટ કરાવવાનુ પણ ચુકતા નથી. હ્રદયની  અંદરની બહારની તપાસમાં તેમની આજ પધ્ધતી હોય છે.

મેડિકલ બિઝનેશ કમાણીનો ધંધો

કોર્ટે ચુકાદામાં લખ્યુ છે કે મેડીકલ પ્રોફેશનને કયારેય પણ શોક્ષણ કે પૈસા કમાવવાનો ધંધો નહોતો માનવામાં આવતો કેમ મે ડોકટર ને ભગવાન માનવામાં આવે છે. દરેક  ચીઠ્ઠી આર  એક્ષ અક્ષરોથી શરૂ  થાય છે. જેનો અર્થ ખર્ચનુ બિલ એવો બિલકુલ નથી. કોર્ટે કહ્યુ કે રાષ્ટ્રિય હોવાનો મતલબ એવો નથી કે તે નૈતિક બંધનો થી પર છે, તેમણે તે કોઇ પણ કિંમતે જાળવી રાખવાના છે ભલે તેમને ગરીબોને આર્થિક મદદ પણ કરવી પડે

દિલ્હી સરકાર પાસેથી રીપોર્ટ મેળવાયો

સરકાર આ ગરીબોના મફત ઈલાજ કરવાના પરિપત્રને યોગ્ય ઠેરવતા અદાલતે કહ્યુ કે જ્યારે સરકારી જમીન પરમાર્થના ઉદેશ થી હોસ્પીટલ ચલાવવા માટે મેળવાઇ હોય તો સરકારને આ નિયમો લાગુ કરવાનો પુરો હક્ક છે. કોર્ટે કહ્યુ કે દિલ્હી સરકારને  આદેશ આપવામાં આવે છે કે મફત ઈલાજ નુ પાલન કરવા બાબતે હોસ્પીટલો પાસેથી વાર્ષિક રીપોર્ટ મેળવે. (૨૮.૩)

(11:45 am IST)