મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

પોતાની નકલ કરતા પ્રોફેસરને જોઇને ગોવિંદા પણ થયો ખુશ

મુંબઇ તા. ૪ :..  છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયા પર ગોવિંદાની સ્ટાઇલમાં ડાન્સ કરતા અંકલનો વિડીયો જબરદસ્ત વાઇરલ થઇ રહ્યો છે અને ગણતરીના દિવસોમાં લાખો વાર શેર થઇને ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો. વિડીયોમાં અફલાતૂન ડાન્સ કરી રહેલા આ અંકલનું નામ છે. સંજીવ શ્રીવાસ્તવ. તેઓ ભોપાલની ભાભા એન્જિનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટયુટમાં ઇલેકટ્રોનિકસના પ્રોફેસર છે. ગ્વાલીયરમાં પોતાના સાળાના લગ્નપ્રસંગે સંગીત સંધ્યા દરમ્યાન સંજીવે પોતાના ડાન્સનો જલવો દેખાડયો હતો. સૌથી પહેલાં 'કૂલી નંબર ૧' ફિલ્મનું 'હુરન હૈ સુહાના...' સોન્ગ પર કરેલો ડાન્સ વાઇરલ થયો. એ પછી બીજા બે ડાન્સ-વિડીયો આવ્યા અને એ પણ છવાઇ ગયા. આ વિડીયો ફરતો - ફરતો ગોવિંદા પાસે પણ ગયો. એ વખતે ગોવિંદા લંડનમાં હતો. વિડીયો જોઇને તેણે કહ્યું હતું કે 'મુંબઇના એક ફ્રેન્ડે મને આ વિડીયો મોકલાવ્યા હતાં. મેં સુનીતાને પણ બતાવ્યો. તેમની ખાસિયત એ છે કે તેઓ પોતે કોઇ ખાસ ડાન્સ-મૂવ્સ કરી રહ્યા હોય એવી સભાનતાથી નથી કરતાં. તેઓ મારી સારી કોપી કરે છે. જયારે કોઇ તમારી કોપી કરે ત્યારે બહુ સારું લાગે.'

(4:06 pm IST)