મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

છેલ્લા ૨૫ દિવસથી કયાં ગાયબ છે ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની!

 બેશીંગ, તા.૪: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનિયા ટ્રમ્પ આ વીકમાં કયબેકમાં થનાર જી૭ સમિટમાં ભાગ લેશે નહી. વ્હાઈટ હાઉસે રવિવારે જણાવ્યું કે, તેઓ ૧૨ જૂને સિંગાપુરમાં નોર્થ કોરિયન લીડર કિમ જોંગ ઉન સાથે થનાર મુલાકાત દરમિયાન પણ હાજર રહેશે નહી. મેલેનિયાએ પાછલા વર્ષે ઈટલીમાં આયોજિત જી૭ મીટિંગમાં ભાગ લીધો હતો.

જણાવી દઈએ કે, ૧૦ મે પછી તેઓ એકપણ સાર્વજનિક કાર્યક્રમ જોવા મળ્યા નથી. એવામાં અમેરિકા અને વર્લ્ડ મીડિયામાં તેમના ગાયબ થવાના સમાચાર ચમકી રહ્યાં છે. અંતિમ વખત તેઓ ૧૦ મેના દિવસે પોતાના પતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન નોર્થ કોરિયાની જેલમાંથી પાછા ફરેલ ત્રણ અમેરિકનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેમ ગાયબ છે મેલેનિયા ટ્રમ્પ

વ્હાઈટ હાઉસ અનુસાર, ૧૪ મેના દિવસે કિડનીની સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૯ મેના દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

તેમના પ્રવકતા સ્ટીફન ગ્રીશેમે ન્યૂઝ એજન્સી રોયટર્સને લખેલ ઈમેલમાં જણાવ્યું કે, તેઓ જી૭માં ભાગ લઈ શકશે નહી અને કેમ કે, તેમનું કાર્યક્રમ સિંગાપુર જવાનો છે.(૨૨.૮)

 

(3:51 pm IST)