મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

મુંબઇની લાઇફલાઇન સમાન ટ્રેન સેવામાં પણ ભારે નુકશાન

લોકલ ટ્રેનો ભરચક હોવા છતાં નુકશાન જારી છે : કેન્દ્રિય બજેટમાં મુંબઇ રેલ નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરાઇ છે ત્યારે સરકારે ગૃહમાં વિગત પુરી પાડી

નવી દિલ્હી,તા. ૪: દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવા પણ નુકસાનમાં ચાલી રહી હોવાના હેવાલ ફરી એકવાર સપાટી પર આવ્યા છે. તમામ લોકલ ટ્રેન મુંબઇમાં હમેંશા હાઉસફુલ દેખાય છે છતાં તેમાં નુકસાનની સ્થિતી છે.  બજેટમાં ઉપનગરીય મુંબઇ રેલ નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સરકારે આજે સંસદમાં માહિતી આપી હતી કે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ મુંબઇમાં લોકલ ટ્રેન ચલાવવા પાછળ ૪૦૦૦ કરોડનુ નુકસાન થયુ છે. હાલમાં રેલવે રાજ્ય પ્રધાન રાઇન ગોહેને કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૪-૨૦૧૭ બાદથી રેલવેને મુંબઇમાં ઉપનગરીય રેલવે નેટવર્કને ચલાવવા પાછળ ૪૨૮૦.૫૦ કરોડનુ જંગી નુકસાન થયુ છે. તેમણે કહ્યુ હતુ કમુંબઇના મેટ્રોપોલિટન વિસ્તારોમાં લોકલ ટ્રેન સર્વિસ ચલાવવા પાછળ જંગી નુકસાન થઇ રહ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ ભારે નુકસાન થઇ ગયુ છે. એકબાજુ કુલ કમાણી ૫૨૦૬.૧૬ કરોડની થઇ છે. બીજી બાજુ ખર્ચનો આંકડો ૯૪૮૬.૬૬ કરોડનો રહ્યો છે. આ રીતે નુકસાનનો આંકડો ૪૨૮૦.૫૦ કરોડનો રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે બજેટમાં જંગી ફાળવણી કરવામાં આવી હોવા છતાં વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. બજેટ ૨૦૧૮માં નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મુંબઇ ઉપનગરીય રેલવે નેટવર્કના વિસ્તૃરણની જાહેરકાત કરી હતી. ૧૧૦૦૦ કરોડના જંગી ખર્ચથી નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકાર ટુંક સમયમાં જ શેહરના રેલવે નેટવર્ક માટે ૪૦૦૦૦ કરોડની વધારેની ફાળવણી કરવા માટે ઇચ્છુક છે.

(3:45 pm IST)