મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

તબેલામાં ચાલે છે શાળા... આને વિકાસ કહીશું ?

આપણે વિકાસ અને પ્રગતિના લાખ દાવા કહીએ છીએ પરંતુ ૨૧ સદીમાં પણ જમીન ઉપરની હકીકત અત્યંત કડવી અને સામાજિક રીતે પછાતપણાને દર્શાવી રહી છે. આ તસ્વીર દેશની શિક્ષણ વ્યવસ્થાને તસ્વીર બતાવવા માટે કાફી છે. બિહારના સહરસા જિલ્લાના બખત્યારપુર પ્રખંડ સ્થિત નવસૃજીત ઈજરાહા પ્રાથમિક વિદ્યાલય ગાય-ભેંસ રાખવાના તબેલામાં ચાલી રહી છે. ૨૦૦૫માં કાગળ પર આ વિદ્યાલય અસ્તિત્વમાં આવી હતી પરંતુ તેને મકાન નશીબમાં નથી મળ્યું. એક ગ્રામીણે પોતાનો તબેલો આપ્યો અને ત્યાં શાળા ચાલી રહી છે. અહીં લગભગ ૧૨૦ બાળકો અને ૩ શિક્ષક છે. જ્યારે બાળકો ગણિતના પાળા યાદ કરતા હોય છે ત્યારે ગાય-ભેંસ ભાંભરતી હોય છે એટલુ જ નહિ જે મોટા વાસણોમાં ગાય-ભેંસને ચારો આપવામાં આવે છે એ જ વાસણોમાં બાળકો માટે મધ્યાહન ભોજન તૈયાર કરવામાં આવે છે. આ તસ્વીર સરકારના દાવાની પોલ ખોલવા માટે પુરતી છે

(3:36 pm IST)