મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

ચોથા બાળકને જન્મ આપવાની શરમને કારણે યુગલે એને ચર્ચની બહાર તરછોડી દીધું

કોચી, તા. ૪ : કેરળમાં એક યુગલે પાંચ દિવસના નવજાત બાળકને ચર્ચની બહાર છોડી દીધું હતું. જોકે તેઓ જયારે બાળક છોડી ગયા એ ઘટના ચર્ચની બહાર લાગેલા કેમેરામાં કેદ થઇ ગઇ હતી. બિટ્ટુ અને પ્રતિભા નામે ઓળખાયેલું આ યુગલ જયોર્જ ફોરેન ચર્ચની બહાર ફરતું જોવા મળ્યું હતું. આ યુગલે પહેલા બાળકના માથાને ચૂમ્યું અને પછી ચૂપચાપ ત્યાં છોડીને જતા રહ્યા હતા. પોલીસે જયારે કેમેરાના ફૂટેજને આધારે તેમને પકડી લીધા ત્યારે બાળકને છોડવાનું કારણ જાણીને બહુ નવાઇ પામ્યા. યુગલનું કહેવું હતું કે તે ચોથી વાર પ્રેગ્નન્ટ થઇ એને કારણે તેના પાડોશીઓ અને સંબંધીઓ તેની મજાક કરતાહ તા. ચોથું બાળક આવતા તેમને લાગ્યું કે સમાજમાં બદનામી થશે એટલે તેમણે બાળક તરછોડી દીધું.

(3:33 pm IST)