મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

૧૧૩ કરોડના બંગલામાં રહેતા'તા દલિતોના નેતા માયાવતી : ફર્શ પર છે ઇટાલીયન માર્બલ

કિંમતી ઝુંમર, આકર્ષક ભીતચિત્રો સહિતની ભવ્યતા

લખનૌ, તા. ૪ : ૧૩-એ માલ એવન્યુના જે સરકારી બંગલામાં માયાવતી રહેતા હતાં તેની ભવ્યતા જોઇને કોઇ પણ દંગ થઇ જાય. લાલ પથ્થરોની દિવાલો, ઇટાલીયન માર્બલનું ફલોરીંગ, આકર્ષક ભીંત ચિત્રો અને છતમાં કિંમતી ઝુમ્મરો જોઇને કોઇને પણ રાજા મહારાજના મહેલ યાદ આવી જાય.

કદાચ પહેલી જ વાર મીડીયા કર્મીઓને આખા બંગલો જોવા મળ્યો હતો. અત્યાર સુધી તેની ભવ્યતા વિષે અધિકારીઓ કે બસપાના નેતાઓ પાસેથી વાતો જ સાંભળવા મળતી.

સુપ્રિમ કોર્ટના હુકમ પ્રમાણે માયાવતીએ આ બંગલો ખાલી કરી નાખ્યો છે.  બંગલામાં સ્થિત કાંશીરામનો ભવ્ય વિશ્રામ કક્ષ, લાઇબ્રેરી, મીટંગ હોલ, પ્રતિજ્ઞાખંડ, રસોડુ ભોજન ખંડ એકે એક જગ્યા જોવા જેવી હતી. દરેક જગ્યાએ એટલી ચોખ્ખાઇ કે ધૂળ તો ઠીક કોઇ ડાઘ પણ જોવા નહોતો મળ્યો.  માયાવતી આ બંગલાને કાંશીરામ સ્મારક બાવવાની ઇચ્છા ધરાવે છે.

(3:31 pm IST)