મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયાના પર્થ ખાતે સૌપ્રથમ રૂ. ૧૮ કરોડની લાગતથી નૂતન શ્રીસ્વામિનારાયણ મંદિરની સ્થાપના સર્વ પ્રથમ નૂતન મંદિરની સ્થાપના વખતે દિવ્યાંગ બાળકોના લાભાર્થે ડોનેશન કરાયું તેમજ મેયર ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું

અમદાવાદ :  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તપ્રિયદાસજી મહારાજ દ્વારા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ર્પથ ખાતે રૂ. ૧૮ કરોડની લાગતથી સર્વ પ્રથમ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરી છે. સર્વ પ્રથમ ઓસ્ટ્રેલિયા ખાતેના પર્થના શ્રી સ્વામિનાાયણ મંદિરની સ્થાપના અંતર્ગત સ્કુલના દિવ્યાંગ બાળકોના લાભાર્થે સંસ્થાન દ્વારા મુખ્ય મહેમાન તરીકે પધારેલા બેઝવોટર સીટીના મેયર મિડન બુલ અને ડેપ્યુટી મેયર મી. ક્રિસ કોર્નિસની ઉપસ્થિતિમાં એમ્બેટન શાાળના દિવ્યાંગ બાળકોના લાભાર્થે ડોનેશન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર મિડન બુલે જણાવ્યું હતું કે પરમ પૂજય આચાર્ય મહારાજ દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાર્થે ડોનેશન કરીને અમારા હૃદયને પુલકિત કરી દીધુ છે. જયારે વૃક્ષારોપણ કરીને પણ દેશનો પોલ્યુશન મુકતનો અભિગમ એ પણ આવકાર્ય દાયક કાર્ય કર્યુ છે.

આ પ્રસંગે પ્રમ પુજય આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે સંસ્કૃતિ સાથે સંસ્કાર સિંચનનું જતન જે વસુદેવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરે છે.

દેશ તેમજ લંડન, આફ્રિકા નાઇરોબી, બોલ્ટન, અરૂસા વિગેરે દેશોમાંથી પણ હરિભકતોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો. તેવૂ઼ સદગુરૂ ભગવત્પ્રિયદાસજીસ્વામીની એક યાદીમાં જણાવાયું છે.

(1:17 pm IST)