મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

બ્રિટનની સૌ પ્રથમ ઇન્ડિયન રેસ્ટોરાંનું મેનુ વેચાયું ૭.૬ લાખ રૂપિયામાં

લંડન તા. ૪: ર૦૦ વર્ષથી વધુ જૂની બ્રિટનમાં ખૂલેલી ભારતીય રેસ્ટોરાંનું મેનુ કાર્ડ તાજેતરમાં ૧૧,૩૪૪ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૭.૬ લાખ રૂપિયામાં વેચાતું હતું. 'હિન્દુસ્નાની કોફી હાઉસ૩ નામની આ રેસ્ટોરાં બ્રિટનમાં ભારતીય ખાણું પીરસતી સૌ પ્રથમ રેસ્ટોરાં હતી જેમાં 'પાઇનેપલ પુલાવ' અને 'ચિકન કરી' જેવી રપ વાનગીઓ મળતી હતી. હાથથી લખેલું મેનુ-કાર્ડ રેર બુકસેલર્સ એસોસિએશન દ્વારા લંડનમાં ઓકશન માટે મુકાયું હતું. આ રેસ્ટોરાં મૂળે બિહારી એન્ગ્લો-ઇન્ડિયન સેક ડીન મોહમ્મદ નામના ભાઇએ ૧૮૧૦માં લંડનના પોર્ટસમેન સ્કવેર પર શરૂ કરેલી. (૭.૧૧)

 

(11:42 am IST)