મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

આઈપીએલ-૧૧ દરમિયાન ૨૦૦૦ કરોડનો સટ્ટો રમાયો

મુંબઈઃ આઈપીએલ દરમિયાન દેશમાં ૨૦૦૦ કરોડથી વધુ રકમનો સટ્ટો રમાયોઃ સટ્ટાબજારમાં મોટા શહેરના બુકીઓ ઉપરાંત નાના શહેરોના બુકીઓ પણ સટ્ટો લગાવતા જોવા મળ્યા હતાઃ ભારતમાં ક્રિકેટમા સટ્ટો લગાવવાનું ગેરકાયદે છે પરંતુ આઈપીએલ દરમિયાન સટ્ટાનંુ નેટવર્ક આધુનિક સંચાર પ્રણાલીથી ચાલે છેઃ લાખો-કરોડો રૂપિયાના દાવ ફકત મેચના હારજીત ઉપર જ નહી પરંતુ એક એક છગ્ગા, એક એક બોલ પર પણ લાગે છેઃ સટ્ટા લગાવવાવાળા એજન્ટને એડવાન્સ આપી ખાતુ ખોલવામાં આવે છે જેની એક સીમા હોય છે, સટ્ટાના ભાવને ડબ્બાના અવાજમાં બોલવામાં આવે છે

(11:40 am IST)