મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

ભારતીય અર્થતંત્ર એક કાર છે જેના ત્રણ ટાયરમાં પંકચર છે

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્‍બરમ્‌નો મોદી સરકાર ઉપર તીખો તમતમતો પ્રહારઃ પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસના ભાવ વધારા બદલ સરકારની ઝાટકણી કાઢી : જીએસટીના પાંચ સ્‍લેબ બીનજરૂરીઃ સરકાર પ્રજાના ગજવા ઉપર ત્રાટકી પોતાની તિજોરી ભરી રહી છેઃ આરોપોનો વરસાદ વરસાવ્‍યો

નવી દિલ્‍હી, તા. ૪ : પૂર્વ કેન્‍દ્રીય નાણામંત્રી અને કોંગ્રેસના વરીષ્‍ઠ નેતા પી. ચિદમ્‍બરમ્‌ે જણાવ્‍યુ છે કે, ભારતીય અર્થવ્‍યવસ્‍થા એવી કાર જેવી થઈ ગઈ છે જેના ત્રણ ટાયર પંકચર છે. તેમણે પેટ્રોલ-ડીઝલ સહિત અન્‍ય ચીજોના વધતા ભાવો પર પણ મોદી સરકારને આડે હાથ લીધી છે.

કોંગ્રેસના મહારાષ્‍ટ્ર એકમ તરફથી આયોજીત એક કાર્યક્રમને સંબોધીત કરતા પી. ચિદમ્‍બરમે કહ્યુ હતુ કે, પ્રાઈવેટ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ, પ્રાઈવેટ કન્‍ઝમશન, નિકાસ અને સરકારી ખર્ચ કોઈ અર્થવ્‍યવસ્‍થાના ચાર ગ્રોથ એન્‍જીન છે. આ કોઈ કારના ચાર ટાયર જેવા છે. જો એક કે બે ટાયર પંકચર થઈ જાય તો ગાડી ધીમી પડી જાય છે પરંતુ આપણે ત્‍યાં તો ત્રણ ટાયર પંકચર થઈ ગયા છે. તેમણે કહ્યુ છે કે, સરકારી ખર્ચ માત્ર સ્‍વાસ્‍થ્‍ય દેખરેખ અને કેટલીક અન્‍ય સુવિધાઓમાં જ ચાલુ છે.

તેમણે જણાવ્‍યુ છે કે, આ ખર્ચના જાળવી રાખવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ઉપર કર લગાવવાનું ચાલુ રાખ્‍યુ છે. આ કરવેરાના નામે સરકાર લોકો પાસેથી પૈસા ખંખેરી રહી છે અને આમાથી કેટલાક પૈસા જન સુવિધાઓ ઉપર ખર્ચ કરી રહી છે. ચિદમ્‍બરમ્‌ે સવાલ ઉઠાવ્‍યો હતો કે, શું આપણે હાલમાં વિજળીના ક્ષેત્રમાં કોઈ રોકાણ જોયુ છે? તેમણે જીએસટીના પાંચ સ્‍લેબ માટે મોદી સરકારની ટીકા કરી હતી.

(11:39 am IST)