મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

હવે વેઇટીંગવાળી ઇ-ટિકિટ ઉપર પણ કરી શકાશે રેલ્વે યાત્રા

સુપ્રિમ કોર્ટે રેલ્વેને સંભળાવ્યો આદેશ

નવી દિલ્હી, તા. ૪ : ઓનલાઇન રેલ ટિકિટ બુક કરાવ્યા બાદ પણ જો તમને વેઇટિંગની ટિકિટ મળે છે તો પણ તમે હવેથી કાઉન્ટર પરથી ટિકિટ લેનારની જેમ ટ્રેનમાં મુસાફરી કરી શકશો. દિલ્હી હાઇકોર્ટનો ર૦૧૪ના આદેશને અનુરૂપ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેમ કે આ આદેશ સામે રેલ્વેએ કરેલી અરજીને સુપ્રિમ કોર્ટે નકારી દીધી છે.

સુપ્રિમની સુનાવણીમાં રેલવેના વકીલો બે વખત હાજર જ થયા ન હતા, એટલા માટે તેની અરજી નકારી દેવાઇ હતી. ર૦૧૪માં દિલ્હી હાઇકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે કાઉન્ટર ટિકિટ અને ઇ-ટિકિટધારકો વચ્ચે કોઇ ભેદભાવ ન થવો જોઇએ અને રેલવે તે માટે છ મહિનાની અંદર પગલુ ભરે.

ફાઇનલ ચાર્ટ જોવા બાદ જે મુસાફરોનું નામ ઇ-ટિકિટ વેઇટિંગમાં રહે છે તો તેની રીતે જ રદ થઇ જાય છે. પરંતુ જે લોકોએ વિન્ડોમાંથી વેઇટિંગ ટિકિટ લીધી હોય છે, તેમને ખાલી બર્થ-સીટ પર મુસાફરીનો મોકો મળે છે કેમ કે કાઉન્ટર ટિકિટ વિન્ડો પર બદ થાય છે અને ત્યારે જ રિફંડ મળે છે. (૮.૪)

(9:40 am IST)