મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

વિદેશ મંત્રી દક્ષિણ આફ્રીકાની યાત્રાએ : 15 મિનિટ સુધી એરક્રાફ્ટનો સંપર્ક તૂટ્યો : અધિકારીઓનાં જીવ તાળવે ચોંટ્યા

નવી દિલ્હી :વિદેશમંત્રી સુષમા સ્વરાજ દક્ષિણ આફ્રિકાની યાત્રાએ છે ત્યારે અચાનક વીવીઆઇપી એરક્રાફ્ટ મેઘદૂત સાથે સંપર્ક તુટ્યાના કારણે ઓથોરિટી દોડતી થઇ હતી. આ એરક્રાફ્ટમાં વિદેશ મંત્રી સુષ્માસ્વરાજ ત્રિવેંદમથી મોરેશિયસની યાત્રા કરી રહ્યા હતા. સુષ્મા સ્વરાજના એરક્રાફ્ટથી આશરે 12-14 મિનિટમાં સંપર્ક તુટી ગયો હતો. જ્યારે સુષ્મા સ્વરાજે એરક્રાફ્ટ તેનાં એરસ્પેસમાં જઇ ચુક્યો હતો. 

એર ટ્રાફીક કંટ્રોલનુ કામ જોતા એરપોર્ટ ઓથોરિટીનાં એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, અમારા સમુદ્રી એરસ્પેસ, એ ટ્રાફીક કંટ્રોલે પ્લેન ગુમ થઇ ગયુ હોવાની જાહેરાત કર્યાનાં આશરે 30 મિનિટ સુધી રાહ જોવામાં આવી. ત્યાર બાદ ફ્લાઇટ મોરેશિયસનાં એરસ્પેસમાં પ્રવેશ કર્યાની 12 મિનિટ બાદ મોરેશિયસ ઓથોરિટીએ એલાર્મ બટન દબાવી દીધું હતું. કારણ કે ફ્લાઇટ સાથે સંપર્ક થઇ રહ્યો નહોતો.

(12:00 am IST)