મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

ચૂંટણી ગેરરીતિના પુરાવા મોબાઇલ એપ્પની મોકલી શકાશે : ઓળખ ગુપ્ત રખાશે

જ્યાંથી વિડિઓ મોકલાયો હશે તે સ્થળ નક્કી કરીને ત્વરિત પગલાં ભરાશે

નવી દિલ્હી :ચૂંટણીમાં ગેરરીતિઓને ઉઘાડા પાડનારની ઓળખ ગુપ્ત રાખવામાં રખાશે તેવી  મુખ્ય ચૂંટણી અધિકારી ઓમપ્રકાશ રાવતે ખાતરી આપતા તેમણે જણાવ્યું છે કે ચૂંટણી પંચની મોબાઇલ એપ થકી 'આવા વીડિયો પંચને મોકલનાર વ્યક્તિઓની ઓળખ જાહેર નહિ કરવા માટે પગલા લેવામાં આવશે.
 ચૂંટણી પંચની મોબાઇલ એપ થકી સામાન્ય વ્યક્તિ પણ ચૂંટણી પંચને પૂરાવા સાથે ફરિયાદો મોકલી શકે છે'સામાન્ય વ્યક્તિ ચૂંટણી પંચને પૂરાવા સાથે ફરિયાદો જ્યાંથી મોકલે છે તે જ સમયે ચૂંટણી પંચ જ્યાંથી વીડિયો મોકલાયો છે સ્થળ નક્કી કરીને ત્વરિત પગલાં ભરશે. હવેથી દરેક ચૂંટણીમાં આ સિસ્ટમને અનુસરવામાં આવશે.

  રાજકીય પક્ષો દ્વારા ઇવીએમના ચેડાની ફરિયાદો અંગેની ટિપ્પણીના જવાબમાં મુખ્ય ચૂંટણી અધિકારી ઓમપ્રકાશ રાવતે કહ્યું હતું કે 'સિસ્ટમની સંકલન પર શંકા થઇ શકે તેવું કંઇ જ નથી. આવા આક્ષેપો એ છટકબારી માટેનો એક માર્ગ છે

  .'લોકસભા અને વિધાનસભાની એકસાથે ચૂંટણી મામલે રાવતે કહ્યું હતું કે આને કારણે બંધારણ, કાયદા અને વહીવટી જરૂરિયાતમાં ધરખમ ફેરફારો કરવા પડશે. આ તમામ અંગેની જાણકારી સરકારને આપી દેવાઇ છે. કાયદા મુજબ ઇસી ગૃહ પૂર્ણ થયા પહેલાના છ મહિના સુધી કોઇ જાહેરનામું જારી ન કરી શકે.

(12:00 am IST)