મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

યુએસના ટેરિફ સામે યુરોપિયન યુનિયન અને કેનેડાનો વિરોધ

નવી દિલ્હી : વિશ્વ વેપાર સંગઠનમાં યુ.એસ. સ્ટીલ અને એલ્યુમિનિયમના ટેરિફને લઈને યુરોપિયન યુનિયન અને કેનેડાએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ કેનેડા અને મેક્સિકોએ પણ અમેરિકાના માલસામાનના મૂલ્યના અબજો ડોલર પર પ્રતિક્રિયાત્મક દર જાહેર કરી પડકાર આપ્યો છે યુ.એસ.એ ઇયુ, કેનેડા અને મેક્સિકોના એલ્યુમિનિયમ અને સ્ટીલ પર 25 ટકા ટેરિફ દર જાહેર કર્યો. જેને લઈને વિરોધના વંટોળ શરૂ થઈ ગયો છે, જે દેશમાં 25 ટકા ટેરિફ દર લાદવામાં આવ્યો છે તે પહેલા ટેરીફમાંથી મુક્તીની આશા સેવી રહ્યા હતા પરતું અમેરિકાએ તેના લાદેલા દરને ગુસ્સાની પ્રતિતિ કરાવતો જોવાઈ રહ્યો હતો.

યુરોપિયન યુનિયન અને કેનેડાએ વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ) ને પ્રતિભાવમાં ફરિયાદ નોંધાવી છે, અને ઇયુએ પણ યુ.એસ. પ્રોડક્ટ્સ પર પ્રતિક્રિયાત્મક ટેરિફ સાથે પાછા ફરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇયુ ટ્રેડ કમિશનર સીસિલિયા માલ્મસ્ટ્રોમ એ જણાવ્યું હતું કે યુ.એસ.ના નિર્ણયથી ટ્રાન્સ-એટલાન્ટિકના સંબંધોને નુકસાન થયું છે અને ટેરિફ તેના સ્થાને હોવા છતાં વાટાઘાટો ચાલુ રાખવા માટે યુ.એસ. ઓફરને ફગાવી દેવામાં આવી છે. જ્યા સુધી ટેરિફ દરને લઈ યોગ્ય નિર્ણય નહી લેવામાં આવે ત્યાંસુધી વાટાઘાટોને ચાલુ રાખી ન શકાય.કેનેડિયન વિદેશ મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડએ જણાવ્યું હતું કે યુ.એસ.એ "યુએસ રાષ્ટ્રીય સલામતીનું ખોટું બહાના હેઠળ ટેરિફ દરમાં વધારો લાદ્યો છે.

(12:00 am IST)