મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

ઉત્તરાખંડમાં ચાર જિલ્લામાં વરસાદે તબાહી મચાવી : હવે સાત જિલ્લામાં 70 કી.મી.ની ઝડપે તોફાની આંધી ફુંકાશે : હવામાન વિભાગની ચેતવણી : 5 થી 10 જૂન સુધી ભારે વરસાદ પડશે

દેહરાદૂનઃ દેવભૂમિ ઉત્તરાખંડના ચાર જિલ્લોમાં વરસાદે તબાહી મચાવી છે કે લોકો પરેશાન થઇ ગયા છે.ઉત્તરકાશી, પૌડિ, તિહરી અને નૈનિતાલ જિલ્લાઓમાં વાદળ ફાટતા ભારે નુકસાન થયું હતું. સાથે ચમોલી, રુદ્રેયાગ, બગશેર ઔર પિથૌરાગઢમાં વરસાદના કારણે તબાહી મચી છે.

દરમિયાનમાં હવામાન વિભાગે આ વખતે 7 જિલ્લાઓને ચેતવણી આપી છે. આ સાત જિલ્લોમાં 70 થી 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ગતિ અને તોફાન આવવાની વકી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચમોલી, રુદ્રેયાગ, તિહરી, પિથૌરાગઢ, નેનિઆલ, ઉરકાશી અને પૌડીમાં હવામાન રુદ્ર સ્વરૂપ દેખાડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 24 કલાકમાં કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થશે તો ક્યાંક 70 થી 80 કિમીની ઝડપે આંધી ફૂંકાશે. હવામાન વિભાગના અનુસાર તેની સાથે જ 5 જૂન થી 10 જૂન સુધી ભારે વરસાદ થશે.

(12:00 am IST)