News of Friday, 25th May 2018
કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપે સ્પીકરપદ માટે નોમિનેશન પત્ર દાખલ કર્યા
બેંગ્લુરુ :કર્ણાટકમાં સરકાર બનાવવાથી ચુક્યા બાદ ભાજપ સક્રિય છે ભાજપના ધારાસભ્ય સુરેશ કુમારે ગુરૂવારે વિધાનસભા સ્પીકર પદ માટે નોમિનેશન પત્ર દાખલ કરી દીધો છે. આ દરમ્યાન તેમની સાથે પાર્ટીના નેતા વી સુનીલ અને અશ્વથ નારાયણ પણ હાજર રહ્યા. ત્યારે, કોંગ્રેસના કેઆર રમેશ કુમારે પણ વિધાનસભા સ્પીકરપદ માટે નોમિનેશન પત્ર દાખલ કર્યો છે. આ સમયે ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વર, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટી અન્ય નેતા હાજર રહ્યા હતા.
(12:00 am IST)