રાજસ્થાની દલિત કિશોરીનું અપહરણ કરી માંસ ખવડાવી બળાત્કાર કરાવી, ધર્મ પરિવર્તન કરાવી ૪૦ હજારમાં વેચી નાખવાનો પ્રયાસ
મેવાત તા.૧૬: રાજસ્થાનના મેવાતમાં ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.મુળ રાજસ્થાનના ડીગ ગામનો રહીશ દલિત પરિવાર હાલમાં ફરીદાબાદમાં રહે છે. જે પરિવારમાં પિતા મજુરી કામ કરે છે. અને માતાએ એક દિવસ તેની કિશોર વયની પુત્રીને પાણી ભરવાનું કહી, ત્યારે ના પાડતા પુત્રીને તેણીની માતાએ માર માર્યો હતો આથી આ કિશોરી ઘરેથી નાસી ગઇ હતી.
૪ એપ્રિલના ગુમ થયેલી આ કિશોરીની શોધખોળ દરમ્યાન આ કિશોરી ટ્રેન દ્વારા કોસીકલા રેલ્વે સ્ટેશન (ઉતરપ્રદેશ) પહોંચી થઇ હતી જયાં તેની મુલાકાત મેવાતના પુન્હાનાખંડના સિંગાર ગામની રહીશ ફરઝાના નામની મહિલા સાથે થઇ હતી.
ફરઝાના એ સમયે પોતાના માવતર ભોપાલ જવા માટે ટ્રેનની રાહ જોતી હતી અને આ કિશોરીને સાથે ભોપાલ લઇ ગઇ અને પરત સિંગાર ગામ આવી ત્યારે આ કિશોરીને જબરજસ્તીથી માંસ ખવડાવી તેણી ઉપર બળાત્કાર કરાવી, ધર્મપરિવર્તન કરાવી તેણીનું નામ બદલાવી તેણીને રૂ. ૪૦ હજારમાં વેંચી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો.(