મુખ્ય સમાચાર
News of Wednesday, 16th May 2018

જૂની કારને સ્ક્રેપ કરીને ઇલેક્ટ્રિક કાર ખરીદનારને 2,50 લાખ અને ટુ વહીલરમાં 30 હજારની આપશે સબસીડી: સરકાર કરશે જાહેરાત

નવી દિલ્હીઃ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર જલદી એક મોટી યોજનાની જાહેરાત કરી શકે છે. જુની ગાડીઓને ભંગારમાં આપતા પહેલા નવી ઇલેક્ટ્રિક કાર કે ટુ-વ્હીલર વાહન ખરીદવા પર સરકાર સબ્સિડી આપવા જઇ રહી છે. પેટ્રોલ કે ડીઝલ કારને સ્ક્રેપ કરીને ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર સરકાર 2.5 લાખ રૂપિયા સુધી મદદ કરશે. જ્યારે 1.5 લાખ રૂપિયા સુધીના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદનારાને 30 હજાર રૂપિયા સુધી સબ્સિડી આપવામાં આવશે. સરકારે આને લઇને એક ડ્રાફ્ટ નીતિ તૈયાર કરી છે.

 કેબ એગ્રીગેટર અને બસ સંચાલકોને હરિત વાહન માટે વધુ મદદ મળશે. ટેક્સી તરીકે ચલાવવા માટે 15 લાખ રૂપિયા સુધીની ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 1.5 લાખથી 2.5 લાખ રૂપિયા સુધીની મદદ મળશે.

   સૂત્રોના જણાવ્યા અનુસાર, સબ્સિડી પ્રી-બીએસ III વાહનોને ભંગારમાં નાંખીને પર્સનલ યૂઝ માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં પણ મદદ મળશે, જેના માટે એપ્રુવ્ડ સ્ક્રેપિંગ સેન્ટરથી સર્ટિફિકેટ પ્રાપ્ત કરવું પડશે. આ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ગાડીઓ માટે 9,400 કરોડ રૂપિયાના પેકેજનો હિસ્સો છે.

(2:51 pm IST)