મુખ્ય સમાચાર
News of Wednesday, 16th May 2018

નરેન્દ્રભાઇએ ૪ વર્ષમાં ૨૪૯ રેલી કરી મોદી લહેરમાં દરેક રાજયના કિલ્લાઓનો ધ્વંસ થયોઃ દર ૬ દિવસે ૧ રેલી

નવીદિલ્હી તા.૧૬: ૨૦૧૪ થી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની  જીતની સફર શરૂ થયેલ જે રોકાવાનું નામજ નથી લેતી. નરેન્દ્રભાઇની આગેવાની હેઠળ એક પછી એક રાજયોમાં ભાજપની જીતનો ડંકો વાગ્યો છે. આતંકવાદ સાથે લડતુ કાશ્મીર હોય કે છેલ્લા ૨૫ વર્ષોથી સતામાં રહેલી ત્રિપુરાની ડાબેરી સરકાર હોય મોદી લહેરે દરેક કિલ્લાને જીતી લીધો છે. નરેન્દ્ર મોદીનો વિજયરથ વિપક્ષ માટે એક પડકાર બનેલ છે. મોદી નીજ આગેવાનીમાં ભાજપ કર્ણાટકમાં સહુથી મોટી પાર્ટી તરીકે બહાર આવી છે. જોકે ભાજપા બહુમતીના જાદુઇ આંકડાથી દુર છે.

નરેન્દ્રમોદીએ ૧૪૮૦ દિવસમાં ૨૪૯ રેલી કરીને એક નવો વિક્રમ સ્થાપ્યો છે. પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા પછી ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩ના રેવાડીથી રેલીનો જે સીલસીલો ચાલુ થયો તે લોકસભાની ચૂંટણીમાં જીત પછી દિલ્હીમાં ૨૬ મેના રોજ પુરો થયો. સતામાં આવ્યા પછી દરેક રાજયની ચૂંટણીમાં મોદી પોતેજ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોય એવી રીતે રેલીઓ કરતા.

નરેન્દ્રભાઇ મોદીએે દિલ્હીમાં ૫, આસામમાં ૧૫, ઝારખંડમાં ૧૪, હરીયાણામાં ૧૧, પ.બંગાળમાં ૧૦, કર્ણાટકમાં ૨૧, ગુજરાતમાં ૩૪, ઉત્તર પ્રદેશમાં ૨૪, બિહારમાં ૩૧, મહારાષ્ટ્રમાં ૨૭, જમ્મુ-કાશ્મીરમાં ૬, તમીલનાડુમાં ૪, કેરલમાં ૩, પોંડીચેરીમાં ૧, પંજાબમાં ૪, ગોવામાં ૩, મણીપુરમાં ૩, ઉત્તરાખંડમાં ૪, હીમાલયમાં ૭ અને ત્રિપુરામાં ૨ રેલીઓ કરી.

પ્રધાનમંત્રી ને સતામા આવ્યે કુલ ૧૪૫૦ દિવસ થયા છે અને એમણે ૨૪૯ રેલીઓ કરેલ છે. હિસાબ કરીએતો દર ૬ દિવસે તેમણે એક રેલી કરેલ છે. આ દરમ્યાન બિહાર, પંજાબ, અને દિલ્હીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો, જોકે મોદીની રેલી બાબત ઘણીવાર આલોચના પણ થઇ છે. વિપક્ષનું કહેવું છકે પ્રધાનમંત્રી મોટાભાગે પ્રચારમાં જ વ્યસ્ત રહે છે.

(12:35 pm IST)