મુખ્ય સમાચાર
News of Wednesday, 16th May 2018

પેટ્રોલ - ડીઝલની કિંમત ૫૫ મહિનાની ટોચે : GSTમાં સમાવેશ કરાય તો ૪૦ રૂપિયામાં મળે પેટ્રોલ : ભાવ પણ એકસમાન બને

સૌથી વધુ મુંબઇમાં પેટ્રોલ (૮૨.૭૯) અને ડીઝલ (૭૦.૬૬) મોંઘુઃ હવે સતત ભાવ વધવાની ભીતિ

રાજકોટ તા. ૧૬ : પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યાં બાદ ગઈકાલે અને આજે પણ પેટ્રોલના ભાવમાં વધારો કરાયો છે પેટ્રોલ અને ડીઝલની કિંમત ૫૫ મહિનાની ટોચે પહોંચી છે છેલ્લા ૧૯ દિવસ પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓ હવે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કરશે

જો ટેકસનો બોજ કેન્દ્ર અને રાજય સરકાર ઘટાડે તો રાહત પ્રાપ્ત થઈ શકે છે અને જો પેટ્રોલ-ડીઝલ GSTના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવે તો ૪૦ રૂપિયામાં પેટ્રોલનું વેચાણ થઈ શકે. પરંતુ રાજયોમાં તેના વેચાણથી વધુ કમાણી થાય છે. જો રાજયો GSTના કાર્યક્ષેત્રની અંદર પેટ્રોકેમિકલ પ્રોડકટ્સ બનાવવા માટે સંમત થાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવ સમગ્ર દેશમાં માત્ર સસ્તા જ નહીં પરંતુ તે સમાન બને તેવી ધારણા છે.

ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દેશના ચાર મેટ્રો શહેરોમાં ડીઝલ સૌથી મોંઘું મુંબઈમાં છે અહીં ૭૦.૬૬ રૂપિયા છે. કોલકાતામાં ૬૬.૩૬ કરોડ, કોલકાતામાં ૬૮.૯૦ અને ચેન્નઈમાં ૭૦.૦૨ પ્રતિ લિટર છે.

ચાર મહાનગરોમાં મુંબઈમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ છે. અહીં પેટ્રોલ વધીને ૮૨.૭૯ થયો છે. દિલ્હીમાં ૭૪.૯૫, કોલકતામાં ૭૭.૬૫ અને ચેન્નાઈમાં ૭૭.૭૭ રૂપિયા છે. નોઈડામાં ૭૬.૧૪ છે, ફરિદાબાદમાં. ૭૫.૭૩, ગુડગાંવમાંઙ્ગ ૭૫.૪૯ અને ગાઝિયાબાદમાં ૭૬.૦૨ પ્રતિ લિટરને ભાવ છે.(૨૧.૫)

(11:47 am IST)