મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

તેલંગાણાના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : આંદોલનમાં મૃતક ખેડૂતોના પરિવારજનોને 3-3 લાખની સહાય આપવા જાહેરાત

તેલંગણા સરકાર અંદાજે 750 ખેડૂતોના પરિવારને આપશે સહાય: સરકારે સહાય માટે કુલ 22 કરોડ રૂપિયાની કરી ફાળવણી

 

પંજાબ સરકાર દ્વારા આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના વળતર આપવાન એલાન બાદ હવે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે તમામ મૃતક ખેડૂતોના પરિવારોને 3-3 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેલંગાણા સરકાર કૃષિ કાયદાઓના વિરોધમાં એક વર્ષથી ચાલી રહેલા આંદોલનમાં માર્યા ગયેલા અંદાજિત 750 ખેડૂતોના પરિવારને સહાયની રકમ આપશે. સરકાર વળતર માટે 22 કરોડ રૂપિયા ફાળવી રહી છે.

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કેન્દ્ર સરકાર પાસે આંદોલનમાં પોતાના લોકોને ગુમાવનારા પ્રત્યેક ખેડૂત પરિવારને 25 લાખ રૂપિયાની સહાયની માંગ કરી છે. સાથે તેમણે ખેડૂતો વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલા કેસોને પરત લેવાની પણ માંગ કરી છે. તેમણે વીજળ સંશોધનને પણ પરત લેવાની અપીલ કરી છે.

કેસીઆર રવિવારે દિલ્હીમાં એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે. જણાવી દઇએ કે પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂત પરિવારોને આર્થિક મદદ આપવાનું એલાન કર્યું હતું.

 

(12:36 am IST)