મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

હવે ગાયના છાણમાંથી મળશે વીજળી! : એક ગાયના વેસ્ટમાંથી આખા વર્ષમાટે 3 ઘરોને મળી શકે રોશની

બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળી ઉત્પન્ન કરી શકે તેવો વિકલ્પ તૈયાર કર્યો

નવી દિલ્હી :ગાયના છાણ અને વીજળી વિશે દેશમાં ઘણી વખત હકારાત્મક અને નકારાત્મક વાતો સાંભળી હશે. હવે ગાયનું છાણ આ સમયે બ્રિટનમાં ચર્ચામાં છે. બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળી ઉત્પન્ન કરી શકે તેવો વિકલ્પ તૈયાર કર્યો છે.

ખેડૂતોના એક જૂથના જણાવ્યા અનુસાર, તેઓએ ગાયના છાણમાંથી એવો પાવડર તૈયાર કર્યો છે, જેમાંથી બેટરી બનાવવામાં આવે છે.

ખેડૂતોએ એક કિલોગ્રામ ગાયના છાણમાંથી એટલી વીજળી તૈયાર કરી છે કે વેક્યૂમ ક્લીનર 5 કલાક સુધી ચલાવી શકાય છે. બ્રિટનની Arla ડેરી દ્વારા ગાયના છાણનો પાવડર બનાવીને બેટરી બનાવવામાં આવી છે. જેને કાઉ પૈટરી નામ આપવામાં આવ્યું છે. AA સાઈઝની પૈટરીઝ પણ સાડા 3 કલાક સુધી કપડાંને ઈસ્ત્રી કરી શકે છે. આ એક ખૂબ જ ઉપયોગી શોધ છે.

આ બેટરી બ્રિટિશ ડેરી કો-ઓપરેટિવ Arla દ્વારા વિકસાવવામાં આવી રહી છે. બેટરી નિષ્ણાત GP Batteriesનો દાવો છે કે ગાયના છાણથી ત્રણ ઘર આખા વર્ષ દરમિયાન વીજળી મેળવી શકે છે. એક કિલોગ્રામ ગાયનું છાણ 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આવી સ્થિતિમાં જો 4,60,000 ગાયોના છાણમાંથી વીજળી બનાવવામાં આવે તો બ્રિટનના 12 લાખ ઘરોમાં વીજળી પહોંચાડી શકાય. ડેરી એક વર્ષમાં 1 મિલિયન ટન ગોબરનું ઉત્પાદન કરે છે, જેથી વીજ ઉત્પાદનનો મોટો લક્ષ્‍યાંક નક્કી કરી શકાય.

(11:54 pm IST)