મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

IPLને લઈને જય શાહની મોટી જાહેરાત : કહ્યું- 2022 ની IPL ભારતમાં જ રમાશે

IPL 2022માં ચેન્નઈ સુપર કિંગ્સની જીતની ઉજવણી માટે આયોજિત ધ ચેમ્પિયન કોલ કાર્યક્રમમાં જય શાહે આ જાહેરાત કરી

કોલકતા : આગામી 2022 ની IPLને લઈને જય શાહએ મોટી જાહેરાત કરતા કહ્યું કે 2022 ની IPL ભારતમાં જ રમાશે 2022 સીઝન અંગે મોટી નીલામી થશે IPL 2022માં ચેન્નઈ સુપર કિંગ્સની જીતની ઉજવણી માટે આયોજિત ધ ચેમ્પિયન કોલ કાર્યક્રમમાં જય શાહે આ જાહેરાત કરી છે.

આ પ્રસંગે જય શાહે કહ્યું કે મને ખબર છે કે તમે તમામ ચેપોકમાં ચેન્નઈને રમવા જોવા માટે તલપાપડ છો. એ સમય હવે દૂર નથી. IPLની 15 મી સીઝન ભારતમાં જ રમાશે અને બે નવી ટીમો સામેલ થતાની સાથે પહેલા કરતા વધારે રોમાંચક હશે. જય શાહે કહ્યું કે આ સીઝન અંગે મોટી નીલામી થવાની છે તેથી તે જોવું દિલચસ્પ હશે કે આઈપીએલ માટે નવી ટીમનું સંયોજન કેવું દેખાશે.

IPL 2021ની સિઝન ભારતમાં શરૂ થઈ હતી, પરંતુ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા મોટા પાયે કોરોનાને ચેપ લાગવાને કારણે ટુર્નામેન્ટ અધવચ્ચે રદ કરવામાં આવી હતી. આ પછી યુએઈમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં IPLની બાકીની સિઝન હતી. ફાઇનલમાં ચેન્નઈએ કોલકાતાને હરાવીને ચોથી વાર વિજેતા બન્યું હતું. આ પહેલા કોરોનાના કારણે જ 2020ની આખી આઇપીએલ સિઝન પણ ભારતના બદલે યુએઈમાં રમાઈ હતી.

(9:39 pm IST)