મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

આગામી વર્ષથી વીમો ખરીદવો મોંઘો થશે : 20-40 ટકા વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે

જો પ્રીમિયમ વધશે તો નવી પોલિસી ખરીદવાની ગતિ ધીમી પડી શકે

નવી દિલ્હી :આગામી વર્ષથી વીમો ખરીદવો મોંઘો થઈ જશે. જીવન વીમા પોલિસી માટે તમારે આવતા વર્ષથી 20-40 ટકા વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. જો વીમા કંપનીઓ  પ્રીમિયમ ચાર્જ વધારશે તો તેનાથી તેમના નફામાં વધારો થશે, પરંતુ તેનાથી પોલિસીની માંગમાં ઘટાડો જોવા મળી શકે છે. કોરોના પછી વીમા પ્રત્યે લોકોની જાગૃતિ ઘણી વધી છે.

લોકો પોતાના અને પરિવાર માટે વીમો ખરીદવા પર ભાર આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રીમિયમમાં વધારાને કારણે આ સેન્ટિમેન્ટને આંચકો લાગી શકે છે.

એક વીમા રીપોર્ટ અનુસાર કોરોના સમયગાળા દરમિયાન વીમાના દાવાઓમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં વીમા કંપનીઓ માટે પ્રીમિયમ વધારવું એક મજબૂરી પણ છે. જો પ્રીમિયમ વધશે તો નવી પોલિસી ખરીદવાની ગતિ ધીમી પડી શકે છે. રિપોર્ટ અનુસાર ઘણી વીમા કંપનીઓએ પ્રીમિયમ વધારવા માટે IRDAIને અરજી પણ સબમિટ કરી છે.

કેટલીક વીમા કંપનીઓ વૈશ્વિક રિઈન્શ્યોરર્સ સાથે વાતચીત કરી રહી છે. તેમનુ કહેવું છે કે તેઓ કહે છે કે જો વૈશ્વિક પુનઃવીમા કંપની તેના ચાર્જમાં વધારો નહીં કરે તો ગ્રાહકોને વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. પ્રીમિયમમાં વધારાની અસર ઓનલાઈન અને ઓફલાઈન બંને પોલિસી પર પડશે

(9:22 pm IST)