મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

રાજસ્થાનમાં ગુજરાતવાળી : તમામ મંત્રીઓના રાજીનામાં : કાલે બપોરે પાર્ટી કાર્યાલયમાં બેઠક

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર જયપુર પહોંચશે:નવા મંત્રીઓના નામ પર સહમતિ બની ગયાના અહેવાલ

રાજસ્થાનની ગેહલોત સરકારના તમામ મંત્રીઓએ શનિવારે સાંજે રાજીનામું આપી દીધું હતું. આ પછી રવિવારે બપોરે 2 વાગ્યે પાર્ટી કાર્યાલયમાં બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી અજય માકન અને સીએમ અશોક ગેહલોતે મંત્રીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં રઘુ શર્મા અને ગોવિંદ સિંહ દોતાસરા પણ હાજર હતા. હરીશ ચૌધરી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચંદીગઢમાં જોડાયા હતા.

અગાઉ સરકારમાં એકથી વધુ હોદ્દા ધરાવતા ત્રણ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. જેમાં શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરા, મહેસૂલ મંત્રી હરીશ ચૌધરી અને આરોગ્ય મંત્રી રઘુ શર્માનો સમાવેશ થાય છે. ત્રણેયએ સોનિયા ગાંધીને પત્ર મોકલીને રાજીનામું આપવાની રજૂઆત કરી હતી.

આનાથી પહેલા શનિવારે સીએમ અશોક ગહેલોતના આવાસ પર બેઠક થઈ હતી. તે પછી બધા મંત્રીઓએ રાજીનામા આપી દીધા. કાલે બપોરે બે વાગે પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલયમાં જશે અને ત્યાંથી બધુ જ નક્કી થશે. કહેવામાં આવી રહ્યું છે કે, સાંજે ચાર વાગે શપથ લઈ શકે છે. તો બીજી તરફ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર જયપુર પહોંચી જશે. કહેવામાં આવ્યું રહ્યું છે કે, નવા મંત્રીઓના નામ પર સહમતિ બની ગઈ છે.

નવી કેબિનેટ માટે સચિન પાયલટ ખેમામાંથી મંત્રી પદ માટે સંભવિત નામો સામે આવી રહ્યા છે. હેમારામ ચૌધરી, બ્રિજેન્દ્ર ઓલા, દીપેન્દ્ર સિંહ શેખાવત, રમેશ મીના અને મુરારીલાલ મીનાના નામ સામે આવી રહ્યાં છે. બીજી બાજુ, ગેહલોત ખેમામાંથી સંભવિત નામ છે- BSPથી રાજેન્દ્ર ગુડા, અપક્ષ- મહાદેવ ખંડેલા, સંયમ લોઢા, કોંગ્રેસના ધારાસભ્યો- મહેન્દ્રજીત સિંહ માલવિયા, રામલાલ જાટ, મંજુ મેઘવાલ, ઝાહિદા ખાન અને શંકુતલા રાવતના નામ સામે આવી રહ્યાં છે.

(8:31 pm IST)