મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

ખાનગી કંપનીના ડિરેક્ટર તરીકે રાજીનામુ આપી દીધાના વર્ષો પછી ત્રણ વ્યક્તિઓને બેન્ક લોન ભરપાઈ કરવાનો આદેશ ગેરવ્યાજબી : ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલના આદેશને દિલ્હી હાઇકોર્ટે તર્કહીન ગણાવ્યો

ન્યુદિલ્હી : ખાનગી કંપનીના ડિરેક્ટર તરીકે રાજીનામુ આપી દીધાના વર્ષો પછી ત્રણ વ્યક્તિઓને બેન્ક લોન ભરપાઈ કરવાનો આદેશ ગેરવ્યાજબી ગણાવી  દિલ્હી હાઇકોર્ટે ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલના આદેશને તર્કહીન અને વિવેકશક્તિના અભાવ સમાન ગણાવ્યો હતો.

 નામદાર કોર્ટે જણાવ્યું હતું કે કલમ 227 હેઠળ જો આપણે ટ્રિબ્યુનલ, અદાલતોના તર્કહીન આદેશોની તપાસ નહીં કરીએ તો આપણી ફરજમાં નિષ્ફળ ગયેલા ગણાશું

હાઈકોર્ટે ડીઆરટીના આદેશને બાજુ પર રાખ્યો હતો જેમાં ખાનગી કંપની દ્વારા બેંકમાંથી લીધેલી લોનની ચૂકવણીની જવાબદારી ત્રણ લોકો પર મૂકવામાં આવી હતી જેમણે તેનું બોર્ડ છોડી દીધું હતું અને 1995 ના  તેમની માલિકીના તમામ શેર પણ વેચી દીધા હતા. (રાજેશ ઝુનઝુનવાલા અને ઓઆરએસ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર બેંક લિમિટેડ અને ઓઆરએસ) .

અદાલત ત્રણ લોકો, રાજેશ ઝુનઝુનવાલા, નવીન ઝુનઝુનવાલા અને સજ્જન કુમાર ઝુનઝુનવાલા દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેમણે કોર્ટનો સંપર્ક કર્યો હતો અને દલીલ કરી હતી કે ટ્રિબ્યુનલે કંપની સાથે કોઈ સંબંધ ન હોવા છતાં તેમની વિરુદ્ધ આદેશ પસાર કર્યો હતો

કોર્ટે કહ્યું કે તે ત્રણ અરજદારોના સંદર્ભમાં ટ્રિબ્યુનલનો અંતિમ આદેશ ચોંકાવનારો છે. કે જે પ્રિસાઇડીંગ ઓફિસરના જ્ઞાન અને સમજણનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે. ત્રણેય અરજદારો ઉપરોક્ત કંપની એટલે કે REI એગ્રો લિમિટેડના પ્રમોટર સભ્યો હોઈ શકે છે, કોઈ પણ સંજોગોમાં, તેઓને દાયકાઓ પછી, કંપનીને અપાયેલી લોનના સંદર્ભમાં જવાબદાર ઠેરવી શકાય નહીં. તેઓ કંપનીના સાદા શેરધારકો પણ નથી.

ખંડપીઠે ઉમેર્યું હતું કે આ આદેશ સંપૂર્ણપણે નોન-એપ્લિકેશન ઓફ માઈન્ડ ,સમજણનો અભાવ અને કાયદાના તથ્યોથી પર છે, તેને રદ કરવો જોઈએ.
જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેનો આદેશ ત્રણ અરજદારો વિશે છે જેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને ટ્રિબ્યુનલ સમક્ષની અરજીમાં અન્ય પ્રતિવાદીઓ સાથે સંબંધિત નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:48 pm IST)