મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

ઈમરાનને ભાઈ ગણાવતા થયેલા વિવાદ પર સિદ્ધૂએ કહ્યું-ભાજપે જે આરોપ લગાડવા હોય લગાવવા માંડે

સિદ્ધુએ કહ્યું-મારી ના તો કોઈ દુકાન છે ના રેતની ખાણ. મારૂ કંઈ જ નથી.પાછલી વખતે પણ આવી જ વાત કરી હતી. મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરાય નહીં

નવી દિલ્હી :પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ શનિવારે કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનથી કરતારપુર પહોંચ્યા. પાકિસ્તાનના કરતારપુર પહોંચેલા નવજોત સિંહ સિદ્ધૂનું ફુલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગતથી અભિભૂત નવજોત સિંહ સિદ્ધૂએ પાકિસ્તાનના વડાપ્રધાનના પોતાના ભાઈ ગણાવ્યા અને કહ્યું કે તેને ખુબ જ પ્રેમ આપ્યું.

નવજોત સિંહ સિદ્ધૂ પત્રકારો સાથે વાત કરતા નવજોત સિંહ સિદ્ધૂએ ઈમરાન ખાનને ભાઈ ગણાવતા વીડિયોને લઈને વિવાદ પર કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી જે પણ આરોપ લગાવવા માંગે તે લગાવી લે. મારી ના તો કોઈ દુકાન છે ના રેતની ખાણ. મારૂ કંઈ જ નથી. તેમને કહ્યું કે, આજે જ ગુરૂદ્વારામાં નતમસ્તક થઈને આવ્યો છું. પાછલી વખતે પણ આવી જ વાત કરી હતી. મુદ્દાને પરથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરવી જોઈએ નહીં. જો મગનું નામ મરી પાડવું હોય તો કોઈપણ પાડી શકે છે. નવજોત સિંહ સિદ્ધૂએ ભારત અને પાકિસ્તાનના કલાકારનું ઉદાહરણ આપતા કહ્યું કે નુસરત ફતેહ અલી ખાન હોય કે ભારતના કિશોર કુમાર, આ બધા લોકો એક-બીજાને જોડનારા છે.

તેમને કહ્યું કે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય તો એકબીજાને ગળે લગાવવામાં આવે છે. સિદ્ધૂએ ભારત અને પાકિસ્તાનની બોર્ડરને પારસ ગણાવી અને કહ્યું કે બની શકે કે અહીંથી ઘુસણખોરી પણ થતી હોય. પંજાબમાં 4 મહિનાઓમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે અને હજારો નોકરીઓ જતી રહી છે. આખી દુનિયામાં શાંતિ સ્થાપિત થવી જોઈએ. હવે બધા દરવાજા અને બારીઓ ખુલવી જોઈએ. પહેલા જેટલો પણ વિદેશી વ્યાપાર થતો હતો તેનો 25 ટકા એક માત્ર વાઘા બોર્ડર પરથી થતો હતો. જો આપણે આગળ વધવા ઈચ્છીએ છીએ તો અમારા પાસે તે સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી. ક્યારેક અમૃતસર એશિયાનું સૌથી મોટું માર્કેટ હતું.

(7:15 pm IST)