મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

એમએસપી મોટો મુદ્દો :સરકાર આ મુદ્દાઓ પર વાત નહીં કરે ત્યાં સુધી ખેડૂતો ઘરે નહીં જાયઃ રાકેશ ટિકૈત

ટિકૈતે કહ્યું કે સરકારે એમએસપી પર ગેરંટી કાયદો ઘડવો જોઈએ, ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા પડશે: આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક

નવી દિલ્હી : કિસાન મોરચાની બેઠક પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતેકહ્યું છે કે MSP મોટો મુદ્દો છે, હવે તેના ઉપર પણ વાત કરીશું. એમએસપી પર પણ કાયદો હોવો જોઈએ, કારણ કે ખેડૂત જે પાક વેચે છે, તે ઓછા ભાવે વેચે છે, જેનાથી મોટું નુકસાન થાય છે. તેમણે કહ્યું કે હવે વાત કરીશું, અહીંથી કેવી રીતે જવું તેની પણ ચર્ચા થશે. ટિકૈતે કહ્યું કે હવે ઘણા કાયદા ઘરમાં છે, તેઓ તેને ફરીથી લાગુ કરશે. અમે તેના વિશે વાત કરવા માંગીએ છીએ.

રાકેશ ટિકૈતે વધુમાં જણાવ્યું કે આજે સંયુક્ત કિસાન મોરચાની આજે બેઠક યોજાનાર છે. તેમાં જે પણ નિર્ણય લેવામાં આવશે, તે પછી જ અમે કોઈ નિવેદન આપીશું. ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની વડાપ્રધાનની જાહેરાત બાદ ગાઝીપુર બોર્ડર પર પહોંચેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર બેસીને અન્ય મુદ્દાઓ પર વાતચીત નહીં કરે ત્યાં સુધી ખેડૂતો ઘરે પાછા નહીં જાય.

 

સરકારે એમએસપી પર ગેરંટી કાયદો ઘડવો જોઈએ, ખેડૂતો સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવા પડશે, ટ્રેક્ટરના પ્રશ્નો છે અને અન્ય ઘણા મુદ્દાઓ છે જેનો ઉકેલ લાવવો પડશે. આ પછી જ ખેડૂતો ઘરે પાછા જશે. તે જ સમયે, રાકેશ ટિકૈતે કહ્યું કે આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આગળની રણનીતિ શું હશે.

 વડા પ્રધાન મોદીએ શુક્રવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પર તેમની સરકારના પગલાને પાછું ખેંચ્યું હતું અને શુક્રવારે તેમને રદ કરવા માટે દેશ પાસેથી “માફી” માંગી હતી અને લઘુત્તમ સમર્થન કિંમત (MSP) સંબંધિત મુદ્દાઓ પર વિચારણા કરવાની જાહેરાત કરી હતી. સમિતિ વડા પ્રધાને ગુરુ નાનક જયંતિ નિમિત્તે રાષ્ટ્રને સંબોધનમાં આ જાહેરાત કરી હતી અને વિવાદાસ્પદ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને ખેડૂતોના સંગઠનોને તેમના આંદોલનને સમાપ્ત કરવા વિનંતી કરી હતી.

(1:04 pm IST)