મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

સુબોધ કુમાર જયસ્વાલને સીબીઆઈ વડા તરીકે ચાલુ રાખવાના નિર્ણયને


બોમ્બે હાઈકોર્ટમાં પડકાર : ભ્રષ્ટાચાર વિરોધી કેસોની તપાસનો અનુભવ નથી અને શંકાસ્પદ વિશ્વસનીયતા ધરાવે છે : મહારાષ્ટ્રના નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્રકુમાર ત્રિવેદીની રજુઆત

મુંબઈ : સુબોધ કુમાર જયસ્વાલને સીબીઆઈ વડા તરીકે ચાલુ રાખવાના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.  પિટિશનર રાજેન્દ્રકુમાર ત્રિવેદીએ કરેલી રજુઆત મુજબ સુબોધ કુમારને  ભ્રષ્ટાચાર વિરોધી કેસોની તપાસનો અનુભવ નથી અને શંકાસ્પદ વિશ્વસનીયતા ધરાવે છે.

મહારાષ્ટ્રના નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્રકુમાર ત્રિવેદીએ  જયસ્વાલને સીબીઆઈ વડા તરીકે ચાલુ રાખવાને એ આધાર પર પડકાર્યો છે કે તેમની વિશ્વસનીયતા શંકાસ્પદ છે.તેથી સુબોધ કુમાર જયસ્વાલની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) [રાજેન્દ્રકુમાર વી ત્રિવેદી વિ. યુનિયન ઑફ ઈન્ડિયા એન્ડ ઓઆરએસ.]ના ડિરેક્ટર તરીકેની નિમણૂકને રદ કરવાની માંગ કરતી બોમ્બે હાઈકોર્ટ સમક્ષ એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે.

ત્રિવેદીએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) અધિનિયમની જોગવાઈઓ પર પ્રકાશ પાડ્યો છે જે મુજબ CBI ડિરેક્ટરની નિમણૂક માટે ભ્રષ્ટાચાર વિરોધી કેસોની તપાસનો અનુભવ ધરાવતો સૌથી વરિષ્ઠ IPS અધિકારી હોવો જોઈએ તેને જ નિયામક તરીકે નિમણૂક કરવામાં આવશે,આથી પિટિશનરે જયસ્વાલની નિમણૂક અંગે રેકોર્ડ અને કાર્યવાહી મંગાવવા અરજ કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)