મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

હવે રાજનીતિના અખાડામાં ઉતરશે ખલી ? : કેજરીવાલ સાથેની મુલાકાત બાદ અટકળો શરૂ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના કામકાજના વખાણ કર્યા પરંતુ ભવિષ્યની સરકારોના પ્રયાસોમાં મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (WWE) સ્ટાર દિલીપ સિંહ રાણા સાથે મુલાકાત કરી હતી, જે 'ધ ગ્રેટ ખલી'ના નામથી પ્રખ્યાત છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટર પર મુલાકાતની તસવીર શેર કરતા લખ્યું કે, ખલીને દિલ્હી સરકારનું કામ પસંદ છે. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે ગ્રેટ ખલી ચૂંટણીના અખાડામાં પણ તાલ ઠોકી શકે છે.

એક સત્તાવાર રીલિઝ મુજબ, અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત દરમિયાન તેણે ન માત્ર દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકારના કામકાજના વખાણ કર્યા પરંતુ ભવિષ્યની સરકારોના પ્રયાસોમાં મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

આ દરમિયાન દિલ્હીના ધારાસભ્ય જરનેલ સિંહ પણ ઉપસ્થિત હતા. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કે 'આજે મારી મુલાકાત એક એવા પહેલવાન ધ ગ્રેટ ખલી સાથે થઈ, જેણે ભારતને સંપૂર્ણ દુનિયામાં પ્રખ્યાત કર્યું. તેને દિલ્હીમાં વીજળી, પાણી, શાળા અને હૉસ્પિટલ પર કરવામાં આવેલા કામ પસંદ આવ્યા. હવે અમારે આ બધા કામ પંજાબમાં પણ કરવાના છે. અમે મળીને પંજાબને બદલીશું.'

દિલ્હી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ સાથે વાત કરતા ગ્રેટ ખલીએ દિલ્હીના વિકાસ મોડલની દેશના અન્ય ભાગો સાથે તુલના કરી અને કહ્યું કે તેને દિલ્હીમાં એવા કામોને જોઈને ગર્વ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે દિલ્હીમાં થયેલા વિકાસથી મોહિત છે અને તેણે કહ્યું કે તે સમાજની ભલાઈ માટે કેજરીવાલ સરકારનું દરેક સંભવિત સમર્થન કરવા તૈયાર છે.

(12:08 pm IST)