મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

પીડીતાની જુબાનીમાં ફેરફાર હોવાથી તે વિશ્વસનીય નથી

પોકસો કેસના આરોપીને સેશન્સ કોર્ટે કરેલી સજા રદ કરતી બોમ્બે હાઇકોર્ટ

નવી દિલ્હી, તા.૨૦: સગીરની જુબાની પર બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે સગીર બાળકી ઘટના સમયે ૪ વર્ષની હતી અને તે બરાબર રીતે સ્ટેટમેન્ટ આપવામાં અને તે ઘટનાને યાદ કરવામાં અસક્ષમ છે. એટલે તેની જુબાની વિશ્વસનીય ના માની શકાય. સગીર બાળકીના યૌન શોષણ અંગેના એક કેસમાં બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટમાં દોષી જાહેર કરાયેલ વ્યકિતને છોડી મુકયો હતો. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદા પર પણ સવાલ ઉભા કર્યા હતા.

કોર્ટે કહ્યું કે સગીર બાળકી હોવાના કારણે ના તો તે એ ઘટનાને યાદ કરવામાં સક્ષમ છે, ના તો તે સવાલોના બરાબર જવાબ આપી શકી છે એટલે તેની જુબાની વિશ્વસનીય ના માની શકાય. આ પહેલા સ્પેશ્યલ કોર્ટે પોકસો હેઠળ ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપમાં ઉકત આરોપીને દોષીત જાહેર કર્યો હતો.

જસ્ટીસ અનુજા પ્રભુ દેસાઇએ કહ્યું કે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી દરમ્યાન જજે શું પીડિતાને એ જાણવા માટે સવાલ કર્યો હતો કે તે તેને પુછાયેલ પ્રશ્નોને સમજવા સક્ષમ છે અને તેના તર્ક સંગત જવાબો આપી રહી છે. તેમણે કહ્યું કે ટ્રાયલ કોર્ટના જજ પીડિત બાળકીની યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં અને તેની જુબાની આપવાની ક્ષમતા બાબતે તેની સંતુષ્ટી કરવામાં નિષ્ફળ રહ્યા છે.

(11:40 am IST)