મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

કમલા હેરિસે ૧ કલાક રપ મિનીટ માટે અમેરિકી રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળી

વોશીંગ્ટન : અમેરિકાનાં ઉંપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગઇકાલે થોડીવાર માટે અમેરિકી રાષ્ટ્રપતિની જવાબદારી સંભાળી હતી. વ્હાઇટ હાઉંસે કહ્યું છે કે હેરિસ પાસે ૧ કલાક રપ મીનીટ માટે રાષ્ટ્રપતિ પદનો અધિકાર રહ્યો હતો. આ દરમ્યાન રાષ્ટ્રપતિ બાયડન નિયમિત રીતે કોલોનસ્કોપી તપાસ કરવા માટે વોલ્ટર રીડ નેશનલ મિલીટ્રી મેડીકલ સેન્ટરમાં દાખલ થયા હતાં. વ્હાઇટ  હાઉંસે કહયું હતું કે ૧૦.૧૦ કલાકે તેમણે સત્તા  સોંપી હતી અને ૧૧.૩પ કલાકે ફરી સંભાળી લીધી હતી.

 

(10:23 am IST)